Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કુતિયાણાના હામદપરાનો અતિ બીસ્‍માર રોડ : ૪ વર્ષથી તંત્ર ધ્‍યાન આપતું નથી

પોરબંદર તા.૨૩: જીલ્લાના કુતિયાણા તાલુકાના હામદપરા ગામ પાસેથી જે રસ્‍તો છેલ્લા ૪ વર્ષથી ખરાબ પરિસ્‍થિતિમાં હોય અને તે રસ્‍તામાં અનેક લોકો વાહનમાં ત્‍યાંથી પસાર થઇ રહ્યા હોય અને અનેક માણસોના હાથ પગમાં ફેકચર અને કમર દર્દ થઇ જાય છે.

આ પ્રશ્ને ગ્રામજનોને સાથે રાખીને છેલ્લા ત્રણ વર્ષથી અનેકવાર તંત્રને રજુઆત કરી હોય ત્‍યારબાદ આ રસ્‍તાનું કામ હાલમાં અપાય ગયેલ હોય અને હાલમાં ટૂંક સમયમાં કામ ચાલુ કરવાનું હોય ત્‍યારે લોકોને જાગૃત કરવાનું કામ કરવા માટે આગેવાનો આ રસ્‍તાની સ્‍થિતિ બતાવવા માટે આવ્‍યા હતા. હાલમાં નજીકના દિવસોમાં ચૂંટણી આવી રહી હોય અને હાલના સંસદ સભ્‍ય અને ધારાસભ્‍ય દ્વારા ખાતમુહુર્ત કરવા માટે આવશે.

આ રોડ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને ગ્રામજનોને સાથે રાખીને અગાઉ મંજુર કરાવેલ છે. કોંગ્રેસ આગેવાન રાજવીરભાઇ મોઢવાડીયા, વિવેક ઓડેદરા, કિશાન મજુર સંઘ જિલ્લા પ્રમુખ વિક્રમભાઇ ઓડેદરા, આરતીબેન મોઢવાડીયા, જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા વગેરેએ જણાવેલ છે.

(1:15 pm IST)