Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જામનગરમાં ૧૪ વર્ષના બાળક સાથે સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરનાર જુબેર વાઘેર ઝડપાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩ : જામનગરના બેડીનાં ઢિચડામાં ૧૪ વર્ષના કિશોર પર ગઇરાત્રે સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે જાણ થતાં જ સીટી બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પી.આઇ કે જે ભોય અને પોલીસ સ્‍ટાફે કિશોર પર સળષ્ટિ વિરુદ્ધનું કળત્‍ય આચરનાર ને ઝડપી  લીધો હતો.

પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચના તથા એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. કે.કે. ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્‍ટાફના પો. સ.ઇ. આર.બી. ગોજીયા તથા સ્‍ટાફના માણસો જામનગર શહેર વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીની તથા અન ડીટેકટ ગુન્‍હાની તપાસમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન સ્‍ટાફના પોલીસ હેડ કોન્‍સ. હરદિપભાઇ ધાધલ તથા પો.કોન્‍સ. ફિરોજભાઇ ખફી તથા શવિભદ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે આરોપી જુબેર મુસાભાઇ જુસબભાઇ ચાડ વાઘેર રહે. ગરીબનગર પાણાખાણ પાસે પ્‍ભુમીલની પાછળ જામનગર વાળો મળી આવતા પોલીસ હેડ કોન્‍સ. હરદિપભાઇ ધાધલએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સીટી બીડીવી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. કે.કે. ગોહીલ આર.બી. ગોજીયા પો. સ.ઇ. તથા એલ.સી.બી. સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીય, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)