Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કળષિલક્ષી યોજનાઓના લાભો સરળતાથી મળી રહે તે માટે ખેડૂતોએ ૩૧ પહેલા ‘‘આધાર e-KYC'' તથા ‘‘આધાર સીડીંગ''કરાવવું ફરજિયાત

પી.એમ.કિસાન એપ અથવા વેબસાઇટ પરથી ખેડૂતો જાતે જ ‘‘આધાર e-KYC'' કરી શકશે

 જામનગર તા.૨૧ મે, પી.એમ-કિશાન યોજનામાં લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ સરળ રીતે આપી શકાય તે માટે તમામ લાભાર્થીઓનું ‘આધાર e-KYC' અને ‘આધાર સીડીંગ' ફરજિયાત કરાવવાનું થાય છે.

જેના માટે OTP  મોડ દ્વારા પી.એમ.કિશાન પોર્ટલ પર https://pmkisan.gov.in/NewHome3.aspx વેબસાઈટ ખોલવાથી હોમ પેજ ખુલશે. જેમાં જમણી બાજુએ નીચેની તરફ આવેલા ‘ફોર્મર્સ કોર્નર-Farmers Corner'માં આવેલા e-KYC બટન દબાવવાથી આધાર નંબર માંગતું બોક્‍સ ખૂલશે. આ બોક્‍સમાં ખેડૂતોએ પી.એમ.કિશાન યોજનામાં રજીસ્‍ટર કરાવેલ આધાર નંબર અને ત્‍યારબાદ મોબાઈલ નંબર નાખવાથી રજીસ્‍ટર મોબાઇલ નંબર પર એક OTP આવશે. તે સબમિટ કરવાથી આગળની e-KYC ની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. આમ આગળ પ્રમાણે અથવા પી.એમ.કિશાન એપ પરથી લાભાર્થીઓ દ્વારા ‘આધાર e-KYC'  કરી શકાશે. અથવા બાયોમેટ્રીક ઓથેન્‍ટીફીકેશન સુવિધા કોમન સર્વીસ સેન્‍ટર (CSC)  માં જઈને પણ ‘આધાર e-KYC' કરાવી શકશે.

 આ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્‍ટ આધાર સાથે સીડીંગ કરવામાં આવેલ ના હોય તે તમામ લાભાર્થી ખેડૂતોએ પોતાની લગત બેંકની શાખામાં જઇને આધાર સીડીંગ કરાવવા અને જે ખેડૂતોએ આધાર અને બેંક સાથે પોતાના મોબાઈલ નંબર રજીસ્‍ટર ના કરાવ્‍યા હોય, તેમણે તે પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

 ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે e-KYC ની પ્રક્રિયા તા.૩૧ મે, ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાની હોય, આ યોજનાનો લાભ સતત ચાલુ રાખવા ફરજિયાત એવી આ પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(1:10 pm IST)