Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

અમરેલી જીલ્લામાં ૩ અપમૃત્‍યુ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૩: જીલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ અપમૃત્‍યુ છે. તાલુકાના જુના ગીરીયા ગામે રહેતા મહેબુબ હુસેનભાઇ અહેમદભાઇ હુશેનભાઇ (ઉ.વ.પર) ગઇકાલે સાંજ સમયે પેટની જુની બિમારીથી કંટાળી લાઠી બાયપાસ ગુરૂદત પેટ્રોલ પંપ પાસે જઇ ઝેરી દવા પી જતા સારવાર અર્થે દવાખાને ખસેડેલા. સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું શાહ હુસેન મેમદ હુસેન સૈયદે અમરેલી તાલુકા પોલીસમાં જાહેર કરેલ છે.

વડીયા તાબેના બાટવા દેવળીમાં માનસીક બીમાર યુવતી હેતલબેન ભીખુભાઇ પાનુરીયા (ઉ.વ.૩૧) ને ઘણા સમયથી માનસીક બીમાર હોય જેથી પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવાર અર્થે દવાખાને ખસેડાતા સરવાર દરમ્‍યાન મોત થયાનું ભાવેશભાઇ ભીખુભાઇ  પાનસુરીયાએ વડીયા પોલીસમાં જાહેર કરેલ છે.

બગસરાના હુભરીયા ગામે ભાગીયુ રાખેલ વાડીમાં મગનું વાવેતર કરેલ અને મગ કાઢવાના હોય જેથી વાડીએ ઓપનર આવેલ તે વખતે દિકરી કિંજલબેન આપવા જતા શોભાબેન વિજયભાઇ ચાલોલા (ઉ.વ.ર૭) નામની પરીણીતાની સાડી ચાલુ પેટલરમાં આવી જતા વિંટાઇ જતા ગંભીર ઇજા થવાથી મોત થયાનું પતિ વિજયભાઇ ચાલોલાએ બગસરા પોલીસમાં જાહેર કરેલ છે.

(1:08 pm IST)