Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ચલાલામાં રેતી ચોરી કરતા બે પરપ્રાંતિય ઝડપાયા

અમરેલીઃ ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોક કુમારે રેન્‍જના જિલ્લાઓમાં પસાર થતી નદીઓના પટ્ટમાંથી  રેતી ચોરી કરી, પર્યાવરણને નુકશાન કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા, રેતી ચોરી સદંતર બંધની સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિકારી હિમકર અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતા ઇસમોને પકડી પાડી તેમની સાથે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ. જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ આર.કે.કરમટાની રાહબરી હેઠળ એલ.સી.બી. રાત્રીના ચલાલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં દરમ્‍યાન કેરાળા ગામેથી કમી ગામ તરફ જતા રોડ ઉપરથી બે ટ્રેકટરોમાં રેતીની ચોરી કરતા  પકડી પાડી (૧) સુનીલ સંતોષભાઇ વગામડ, ઉ.વ.રર, રહે. ઇંગોરાળા ડુંગરી તા.ધારી, જિ.અમરેલી મૂળ રહે. પસાવદા તા. સરદારપુર જી.ધાર(મધ્‍યપ્રદેશ) (ર) સોહન પીડુભાઇ ડામોર ઉ.વ.રર, રહે. ઇંગોરાળા ડુંગરી તા.ધારી, જિ.અમરેલી મુળ રહે. ભીમરોડ, તા. સરદારપુર જિ. ધાર (મધ્‍યપ્રદેશ) પાસેથી ᅠᅠમહિન્‍દ્ર ટ્રેકટર રજી.નં.જી.જે.૧૪ ડી.૨૭૭૫ ટ્રોલી રજી.નં.જી.જે.૧૪ યુ.૧૯૫૭ કિ.રૂ.૧,૮૦,૦૦/- તથા મહિન્‍દ્ર ટ્રેકટર રજી નં.જી.જે૦૪એ.પી.૫૧૨૧ ટ્રોલી રજી.નં. જી.જે.૦૪.ટી. ૮૨૫૬ કિં.રૂ. ૨૦૦,૦૦૦ તથા રેતી ટન કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૩,૮૧,૦૦૦/-નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

(1:06 pm IST)