Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ઉપલેટામાં પ્રથમ વખત પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ની સપ્તાહનું આયોજન કરાયું:૨૪મી ભવ્ય પોથીયાત્રા તૈયારીનો ધમધમાટ શરૂ

તારીખ ૨૪ થી ૩૦ સુધી ઉપલેટામાં જીગ્નેશ દાદા રાધે રાધે ની શ્રીમદ ભાગવત કથાનું કરાયું આયોજન

ઉપલેટા:ઉપલેટામાં આગામી 24 થી 30 મે જીજ્ઞેશ દાદાની શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઉપલેટા શહેરના મોલા પટેલ નગર પાસે શ્રી દાસી જીવણ સત્સંગ મંડળ અને પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક ના આયોજન નીચે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ભગવત સપ્તાહના આયોજનને લઈને સેવકો તેમજ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓ પૂર્ણ થવાના આરે હોવાનું પણ સામે આવ્યું છે.

ઉપલેટામાં યોજાનારી આ ભાગવત સપ્તાહની શરૂઆત 24 મે ના રોજ બપોરે 03:00 કલાકે ઉપલેટા શહેરમાં આવેલ નવાપરાના શ્રી રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પોથીયાત્રા ગુજરાતગેમસ શહેરના જુદા જુદા જ્ઞાતિ સમાજ દ્વારા પ્લોટ રાખવામાં આવશે ન જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અને કથા સ્થળ સુધી જશે ત્યારે આ સપ્તાહ રાત્રીના 08:30 થી 11:30 સુધી ચાલશે તેવું આયોજન કરેલ છે

 શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન પ્રાગટ્ય સહિતના પ્રસંગો અનોખી રીતે ઉજવવામાં આવશે આજે વર્ષો પહેલા મોરારીબાપુની કથા બેઠા બાદ વર્ષો બાદ જીગનેશ દાદા ની ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેનો અનેરો ઉત્સાહ શહેરના લોકોમાં જોવા મળે છે તેમાં પણ ખાસ કરીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત મહિલા મંડળો કીર્તન મંડળી વગેરે દરરોજ રાત્રે જુદા-જુદા કાર્યક્રમો આપવા આજથી તૈયારીઓ કરી રહ્યા છે જેમાં સપ્તાહ 24 મે થી 30 સુધી ચાલશે અને 30 મેના રોજ આ કથાની પૂર્ણાહુતિ થશે   આ સપ્તાહના આયોજનને લઇને ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકોને આ ભાગવત સપ્તાહનો લાભ લેવા પણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

   આ અંગે આ સપ્તાહનું જેમના દ્વારા આયોજન થઈ રહ્યો છે તેવા પોરબંદર વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક એ આજે પત્રકારોને જણાવ્યું હતું કે હું રાખી માણસ છું મારી ઉપર રાખી બેન લાગેલ છે પરંતુ શ્રીમદ ભાગવત સપ્તાહ જીગ્નેશ દાદાની જે ઉપલેટા ખાતે થઈ રહી છે તેમાં કોઈપણ જાતના રાજકીય પ્રવૃત્તિ કે વાત કરવાની પણ અમે કાર્યકરોને મનાઈ કરેલ છે આ ફક્ત ભગવાનનું કામ છે સમાજના દરેક વર્ગ દરેક જ્ઞાતિ કોઈપણ જાતના સંકોચ વગર શ્રીમદ ભાગવત સપ્તાહ નો લાભ લે એવા હેતુથી આ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે

 ઉપલેટા શહેર થી એકાદ કિલોમીટર દૂર ગુજરાતી 22 વીઘા જમીનમાં દાંત ની ગાડી માં ભવ્ય બનાવવામાં આવેલ છે આ ઉપરાંત બહારગામથી આવતા વાહનો માટે વાહનની પાર્કિંગની વ્યવસ્થા પણ એટલી જ વિશાળ રાખવામાં આવેલ છેશ્રીમદ ભાગવત સપ્તાહનો સમય રાત્રે ના હોય રાત્રિના ગામ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓ અને તેમનાં વાહનોને કોઇ અગવડ ન પડે કે કોઈ તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં આવેલ છેઅત્યારે દરરોજના અઢીસોથી ત્રણસો કાર્યકરો રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી કથાનું આયોજન અને પ્લાનિંગ કરી રહ્યા છેઆ યોજનાના ભાગરૂપે જુદીજુદી સમિતિઓ બનાવવામાં આવેલ છે જેવી કે સ્ટેજ સમિતિ પ્રસાદ સમિતિ આરતી સમિતિ વાહન વ્યવહાર સમિતિ પાર્કિંગ સમિતિ સભામંડપ સમિતિ લાઇટિંગ સમિતિ જેવી અનેક સમિતિઓ બનાવી લોકોને જુદી જુદી કામગીરી ની વહેચણી કરવામાં આવેલ છે

 

(10:23 pm IST)