Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ભચાઉનો શર્મસાર બનાવ : સગા ભાઇએ સગીર બહેનને મોબાઇલની લાલચ આપી સતત દુષ્કર્મ આચર્યુ

ભોગગ્રસ્ત સગીરા માતા બની : જનેતાએ પુત્ર સામે નોંધાવી ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્છના ભચાઉમાં બનેલા શર્મસાર કરતા કિસ્સામાં સગા ભાઈએ પોતાની સગી સગીર બહેનને હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી છે.

આ બનાવની દીકરીને પેટમાં દુખ્યું ત્યારે માતા ડોકટરને બતાવવા ગઈ ત્યારે ખબર પડી હતી. જોકે, પોતાની સગીર દીકરી બાળકને જન્મ આપશે. જોકે, ૧૬ વર્ષની એ સગીરાએ દીકરીને જન્મ આપ્યો છે. સગીર દીકરી દુષ્કર્મ ભોગ બનવાના કારણે તેણીને થયેલ પ્રસુતિનો આઘાત અનુભવતી માતા ઉપર વજ્રઘાત ત્યારે સર્જાયો કે, એ બાળકનો પિતા અને દીકરી ઉપર દુષ્કર્મ કરનાર બીજો કોઈ નહીં પણ તેનો સગો દિકરો જ છે.

ભચાઉના પોલીસ મથકે આ બાબતે જનેતાએ પોતાના દીકરા વિરૂદ્ઘ પોકસો હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દસ મહિના પહેલાં પોતાની ૧૬ વર્ષની નાની બહેનને મોબાઈલ લઈ આપવાની લાલચ આપી સગા ભાઈએ ઘેર કોઈ ન હોય ત્યારે વારંવાર બહેન ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું.

(12:47 pm IST)