Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ના વધતા જતા કેસ અને હોસ્પિટલમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે સાથે જ સમયસર સારવાર મળી રહે તે માટે સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ સાથે રાત્રે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મોડી રાત સુધી ચર્ચાઓ કરી અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો શરૂ કર્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા માં હાલ કોરોના ના કેસ વધ્યા છે અને દર્દીઓને ખંભાળીયા ની જનરલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ વધુ પ્રમાણમાં આવી રહ્યા છે અને તેને લઈને જ હાલ દ્વારકા જિલ્લામાં વધી રહેલા કોરોના ના ચિંતાજનક કેસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ઓક્સિજન ની સપ્લાય ને મોડું થતા પરિસ્થિતિ વિકટ બને તે પહેલાજ રાત્રે પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય તેમાટે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ રાત્રીના સમયે જ સ્થિતિ ની સમીક્ષા કરવા માટે ખંભાળીયા ની જનરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેની સાથે જિલ્લા કલેકટર અને આરોગ્ય અધિકારી સહિત ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ પૂનમબેન માડમ કોરોના ની સારવાર લઈ રહેલ દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી રહે અને હાલ કોરોના ના કેસ વધ્યા છે અને તેને લઈ ને કોઈ દર્દી ને ઓક્સિજન અને અન્ય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે છે કે કેમ તે અંગે મોડી રાત સુધી ચર્ચાઓ કરી અને હોસ્પિટલમાં દર્દીઓની હાલત અંગે ની સમીક્ષા કરી હતી અને હાલ ખંભાળીયા ની જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન માટે ટેન્ક છે તેની ક્ષમતા માં વધારો કરવામાં આવશે સાથે જ હાલ ની જે પરિસ્થિતિ છે તેને જોતા ટ્રક ઓક્સિજન ટેન્ક મારફતે જ તમામ દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં ઓક્સિજન ની વધુ પ્રમાણ માં જરૂરિયાત હોઈ જેથી અલગથી જ ઓક્સિજન ટેન્ક ની સુવિધા લન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નો જથ્થો ઉપલબ્ધ રહેશે સાથે જ કોરોના ના દર્દીઓને અન્ય સમસ્યાઓ થઈ રહી છે કે કેમ તે અંગે પણ જનરલ હોસ્પિટલ ના સુપ્રીટેનડેન્ટ અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા કલેકટર તેમજ અન્ય જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ પાસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ના ચિંતાજનક વધતા જતા કેસ ને લઈ ને પણ મોડી રાત સુધી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

(9:31 am IST)