Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

૭ લાખની વીજચોરીના ગુનામાં કચ્‍છ ભાજપના આગેવાન જેલ હવાલે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્‍છમાં ગેરકાયદે વીજ લાઈન ખેંચવાના કિસ્‍સાઓનો સમયાંતરે પર્દાફાશ થયો છે. તે વચ્‍ચે ભુજના રૂદ્રમાતા ડેમના પાણી પુરવઠાના વીજ મીટરમાંથી બારોબાર ગેરકાયદે વીજલાઇન ખેંચવાના બનાવે ચકચાર સર્જી હતી. આ કિસ્‍સામાં કચ્‍છ ભાજપના આગેવાન અને સુમરાસર ગામના સરપંચ રણછોડ આહીર

‘યાદવરાજ' સામે જીયુવીએનેલ પોલીસમાં ૬,૮૧,૮૫૧ રૂ.ની વીજચોરી, ૮૦૦૦ રૂ. ના કંપાઉન્‍ડ ચાર્જ અંગે ફોજદારી ફરિયાદ કરાઈ હતી. જે સંદર્ભે પી.એસ.આઇ. એચ.કે. જેઠવા અને સ્‍ટાફે રણછોડ આહીરની અટક કરી ભુજ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે દ્વારા જેલહવાલે કરવાનો આદેશ અપાયો હતો. ભાજપ અગ્રણી રણછોડ આહીર ‘યાદવરાજ' કચ્‍છ યુવા ભાજપમાં હોદ્દેદાર રહી ચૂક્‍યો છે.

(11:33 am IST)