Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ધોરાજીમાં ખેતરમાં સુકવણી માટે રાખેલ ૨૧ મણ મરચા કોઇ ઉપાડી ગયુ !

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૨૩: ધોરાજીના ખેડૂત ગીરીશભાઇ દામજીભાઇ ઉ.૪૪ એ નોધાવેલ ફરિયાદ માં જણાવ્‍યું છે કે મારે ધોરાજી જામકંડોરણા  રોડ ઉપર આવેલ સીમ વિસ્‍તાર માં ખેતીની જમીન વાડીમાં પત્‍ની શોભનાબેન વાડીએ ઢોર દોહવા ગયેલ હતા ખેતરમાં મરચા ઉતારવા માટે સચીન ડીંડોર તથા તેના મમ્‍મી ચંપાબેન આવેલ હતા અને અગાઉ ઉતારેલ મરચાના ઢગલા તથા ભારી બાંધેલ સુકા મરચાની ભારીઓ કુલ ૩૭ પડેલ હતી અને બહારગામ લગ્નમાં જવાનું હોય જેથી આ મજુરને મરચા ઉતારી ખેતરમાં સુકવવાની સૂચના આપી હતી. બીજા દિવસે  લગ્નમાંથી આવીને મોટાભાઇ ચંદુભાઇ ખેતરે આટો મારવા તથા મજુરે કેટલા મરચા ઉતારેલ છે તેની તપાસ કરતા અને ખેતરમાં જોયુ તો મરચાની કુલ ૩૭ ભારીમાંથી ૧૬ ભારી મરચા કોઇ લઇ ગયેલ હોય તેથી ખેતરમાં બીજા છેડે મરચા ઉતારતા મજુરને બોલાવી પૂછેલ કે અહીં મરચાની કુલ ૩૭ ભારી હતી તેમાથી ૧૬ ભારી મરચા નથી તમને ખબર છે કે કોણ લઇ ગયેલ છે જેથી આ મજુરે કહેલ કે અમને ખબર નથી. અમે કાલે સાંજે સાડા છ વાગ્‍યા સુધી મરચા ઉતારી સુકવવા માટે અહી નાખવા આવેલ હતા ત્‍યાં સુધી તો બધી મરચાની ભારી પડેલ હતી. ખેતરના શેઢા તરફ આ ભારીઓ કોઇ લઇને ગયેલ હોય તેમ મરચા ખેતરમાં વેરાયેલ પડેલ જોવામાં આવતા તે દિશામાં જઇ જોયુ તો ઉતર તરફના ખેતરના સીડા પાસે પણ મરચા વેરાયેલ હતા અને વચ્‍ચે ઘઉ વાવેલ હતા તેના પાણીના ધોરીયામાં માણસોની અવર-જવરના પગલાના નિશાનો હતા અને તેમાં મરચા વેરાયેલ પણ પડેલ હતા અને સેઢા પાસે કોઇ ચાર વ્‍હિલવાળા વાહનના ચીલા પડેલ હોય. તે ચાર વ્‍હીલ વાળા વાહનમાં આ મરચા ભરેલ હોય તેવું જણાતુ હતુ. તપાસ કરી પણ કોણ મરચા લઈ ગયું એ જાણવામાં ન આવતા  ૨૧ મણ મરચા કોઈ લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે અજાણ્‍યા આરોપીઓ વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:32 am IST)