Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

બગસરામાં આજે જીઆઇડીસીની ફાળવણી માટે મિટિંગ યોજાશે

(સમીર વિરાણી દ્વારા)બગસરા તા. ૨૩ : વેપારી સંસ્‍થાઓ દ્વારા   બગસરાનો ઓદ્યોગિક વિકાસ થાય તે માટે જી. આઇ. ડી.સી.ની ફાળવણી કરવા સરકારને અવાર નવાર રજુઆત કરેલ છે. આ અનુસંધાને ધારાસભ્‍ય જે.વી.કાકડિયાની સુચના અનુસાર બગસરાને જી. આઇ. ડી.સી.નો લાભ લેવા માંગતા અને નાના મોટા ઉદ્યોગ કરવા ઈચ્‍છતા સાહસિક યુવાનોની એક મીટીંગનુ આયોજન કરેલ છે. આ મિટિંગ તા.૨૩ને બુધવારના રોજ સાંજના ૬ કલાકે શા. માણેકચંદ મુલચંદ સા. ટ્રસ્‍ટ આંખની હોસ્‍પિટલ , જુના બસસ્‍ટેન્‍ડ ખાતે મળશે. આ મીટિંગમા બગસરા તેમજ તાલુકાના યુવાનોને બહોળા પ્રમાણમા હાજરી આપવા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ રાણીંગાની યાદીમાં જણાવેલ છે

(11:03 am IST)