Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કોડીનારની પીપળી પ્રાથમિક શાળા માં વિશ્વ વન દિવસ ઉજવાયો

કોડીનાર : તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા પ્રાથમિક શાળા પીપળી મુકામે.શાળાના બાળકો વિશ્વ વન દિવસની ઉજવણી કરી હતી. જંગલોનું મહત્‍વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગળત કરવા માટે ં આંતરરાષ્‍ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે. તેમ છાત્રોને જણાવાયુ હતું.અદાલત અને ન્‍યાયિક પ્રક્રિયા વિશે તેમજ બાળકોના વિવિધ રક્ષણાત્‍મક અધિકારો,પૉસ્‍કો એક્‍ટ તેમજ કાનૂની જાગળતિના  પેમ્‍પ્‍લેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. લીગલ સુપ્રિટેન્‍ડેન્‍ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પી.એલ.વી પ્રકાશ જે મકવાણા,મોહિત દેસાઈ, તેમજ શાળાનો સ્‍ટાફ હાજર રહ્યો હતો

(11:00 am IST)