Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

બગસરાના હામાપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

બગસરા : હામાપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેમાં પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્‍યારબાદ ડોક્‍ટરો અને મહાનુભાવો દ્વારા વક્‍તવ્‍ય કરવામાં આવ્‍યું હતું જેમાં વધત્‍ય નિવારણ તથા કુત્રિમ બીજદાન અંગે માર્ગદર્શન બચ્‍ચા ઉછેર માટેની ચાવીઓની સમજણ આદર્શ તથા નફાકારક પશુપાલન અંગે માર્ગદર્શન સ્‍વચ્‍છ દૂધ ઉત્‍પાદન તથા આઇ ખેડુત યોજના કે માહિતી આપી તથા  પ્રગતિશીલ  પશુપાલકોના અનુભવો અને પ્રશ્‍નોત્તરી વગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્‍ય જેવી કાકડિયા, ચેરમેન પશુપાલન જિલ્લા પંચાયત અમરેલી કાળુભાઈ ફીડોળીયા, ધીરુભાઈ માયાણી, એવી રીબડીયા, રાજુભાઈ ગીડા રમેશભાઈ સતાસીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, ડો. એસ બી કુનડીયા, નાયબ પશુ પાલન  જિલ્લા પંચાયત અમરેલી ડો. એચ યુ દેસાઈ, નાયબ પશુપાલન નિયામક આઈસીડીપી અમરેલી ડો. બીડી અપારનાથી, મદદનીશ પશુપાલન નિયામક જૂથ મથક અમરેલી હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. જે એ માલવિયા પશુ દવાખાના બગસરાએ કર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી બગસરા)

(10:59 am IST)