Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

જૂનાગઢમાં બંધ મકાનમાંથી જર્મન સિલ્‍વરના વાસણો સહિત ૧.૫૦ લાખની મતાની ચોરી

બારીના લોખંડના સળિયા વાળી તસ્‍કરો હાથફેરો કરી ગયા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. ૨૩ : જૂનાગઢમાં બંધ મકાનમાંથી સોનાનાં દાગીના સહિત ૧.૫૦ લાખની માલમતાની ચોરી થતાં પોલીસે તપાસ આદરી છે. હાલ વડોદરા ખાતે રહેતા અને જૂનાગઢમાં નવા નાગરવાડા શેરી નં. ૩માં રાંદલમાંના કુવા પાસે મકાન ધરાવતા મયુરભાઈ મુકુન્‍દરાય કારીયાનું મકાન ૧૫ નવેમ્‍બરથી બંધ હતું.ᅠ

૧૭ જાન્‍યુઆરીએ વડોદરા થી જુનાગઢ આવવાનું થતા બંધ મકાનની બારીના લોખંડના સળિયાવાળી ઘરમાં પ્રવેશી તસ્‍કરો લોખંડ અને લાકડાના કબાટમાંથી જર્મન સિલ્‍વરના વાસણોનો સેટ, પૂજા માટેના ચાંદીના પાંચ સિક્કા તેમજ માતા પિતાની યાદમાં સંભાળી રાખેલ સોનાના બે ચેન, બે વીટી સહિત કુલ રૂપિયા ૧.૫૦ લાખની માલમતા ચોરી ગયા હોવાનું માલુમ પડતા ગુરુવારે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:46 pm IST)