Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

જામનગરમાં જુની બુક બોન્‍ડ વાળી ૪૮,૦૦૦ ચો.મી. જગ્‍યામાં વિશાળ ડિસ્‍ટ્રીક સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેકસ બનાવવા સરકારની લીલીઝંડી

જામગનર જિલ્લાના રમતવીરો માટે ધારાસભ્‍ય રિવાબા જાડેજાના પ્રયાસોથી આનંદદાયક સમાચાર

ફૂટબોલ-વોલબોલ-ખોખો-કબડ્ડી લોન ટેનીશ બાસ્‍કેટબોલ ૪૦૦ મીટરનો એથેલીક ટ્રેક સહિતની જુદી જુદી રમતો માટે ર૧ કરોડના ખર્ચે તૈયાર થનારા સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષનું ટુંક સમયમાં જ મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુર્હૂત થશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા ૨૩:  જામનગર શહેરના રમતવીરો માટેના ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થયા છે, અને ધારાસભ્‍ય રિવાબા જાડેજા ના પ્રયાસોથી રાજ્‍ય સરકાર દ્વારા જુની બ્રુકબોન્‍ડ વાળી  ૪૮.૦૦૦ ચોરસ મીટર જગ્‍યામાં જામનગર જિલ્લાનું નવું ડિસ્‍ટ્રીક સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા માટેની આખરે મંજૂરી મળી ગઈ છે, અને આ જગ્‍યામાં બાસ્‍કેટબોલ, વોલીબોલ, ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, ફૂટબોલ ૪૦૦ મીટર નો એથેલીક ટ્રેક સહિતની જુદી જુદી રમતો માટેનો ઇન્‍ડોર હોલ અને આઉટ ડોર ગેમ્‍સ સહિતની રમતો માટેનું ડિસ્‍ટ્રીક સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ તૈયાર કરવામાં આવનાર છે, અંદાજે ૨૧ કરોડના ખર્ચે તૈયાર થનારા નવા ડિસ્‍ટ્રીક સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ નું ટૂંક સમયમાં  મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુહૂર્ત પણ થશે.

 જામનગર શહેર જિલ્લાના જુદી-જુદી રમતોના ખેલાડીઓ માટે હાલ કોઈ સરકારી મોટું મેદાન છે નહીં, ત્‍યારે  સર્વે રમતવીરોના હિતને ધ્‍યાનમાં રાખીને ગાંધીનગર રેલવે સ્‍ટેશન ની બાજુમાં આવેલા ગ્રીન ઝોન માં સમાવેશ એવા બ્રુક બોન્‍ડ વાળી જગ્‍યા, કે જે હાલ સરકાર હસ્‍તક છે, તે જગ્‍યાપર સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સ બનાવવા માટે કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને તે અંગેની દરખાસ્‍ત તૈયાર કરીને ધારાસભ્‍ય રિવાબા જાડેજા દ્વારા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ તેમજ  ગળહ મંત્રી  હર્ષભાઈ સંઘવી સમક્ષ કરવામાં આવી હતી.

 નવા રેલ્‍વે સ્‍ટેશન ની બાજુમાં આવેલી જગ્‍યા કે જ્‍યાં નવું ડિસ્‍ટ્રિક્‍ટ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્‍સ ઊભું કરી શકાય, તે પ્રમાણેની પર્યાત માત્રામાં જગ્‍યા હોવાની રજૂઆતને ધ્‍યાનમાં લેવામાં આવી છે, અને ઉપરોક્‍ત સ્‍થળે ઇન્‍ડોર બિલ્‍ડીંગ બનાવવા માટેનો પ્‍લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ ઇન્‍દોર રમતો માટેનો હોલ અને બિલ્‍ડીંગ તેમજ ૪૦૦ મીટર મીટરની આઠ લેન વાળી એથ્‍લેટિક ટ્રેક બનશે, ઉપરાંત ફૂટબોલનું ગ્રાઉન્‍ડ તૈયાર કરાશે. જ્‍યારે વોલીબોલ કોર્ટસ બનશે.

 સાથોસાથ ખોખો, કબડ્ડી, લોન ટેનિસ, બાસ્‍કેટબોલ જેવી ઇન્‍ડોર ગેમ્‍સ માટેનો પણ નવો હોલ અને બિલ્‍ડીંગ તૈયાર કરવામાં આવશે. જે અંગેની તૈયારીઓ ચાલી રહી છે. સાથો સાથ ખેલાડીઓ માટે પણ કોમ્‍પ્‍લેક્‍સની અંદર ટોયલેટ બ્‍લોક, ર્પાકિંગ તેમજ જુદા જુદા એન્‍ટ્રી એકઝીટ ગેઇટ, સિકયુરિટી વિભાગ સહિતના તમામ પાસાઓ પણ ચકાસવામાં આવ્‍યા છે, અને નજીકના ભવિષ્‍યમાંજ તેનું ખાત મુહૂર્ત થાય

(1:45 pm IST)