Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ધારી પાસેના જંગલમાં 'ચિંકારા'નો શિકાર કરી રાંધી રહેલા હીરાવાના બે શિકારી સગાભાઇ ઝડપાઇ ગયા

અમરેલી, તા. ર૩ : ધારી ગીર પૂર્વમાં રાત્રીના સમયેે ચિંકારાનો શિકાર કરીને માસ રાંધી રહેલા બે શિકારીઓને વનવિભાગની ટીમ દ્વારા દરોડો પાડીને ઝડપી લેવાયા છે.

જંગલમાં ફરી એક વખત આરક્ષિત પ્રાણીઓની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે.

ધારી ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં આવેલા જંગલ વિસ્તારમાં અમુક લોકો ચિકારાનો શિકાર કરીને માસ રાંધી રહેલ હોવાની અને તેને ખાવાના હોવાની વનવિભાગના કર્મચારીઓને બાતમી મળી હતી જેના આધારે ધારીના ડીએફઓ અન્સુમન શમાં, એસીએફ પરમારની સુચના અને માર્ગદર્શન મુજબ ચુનંદા કર્મચારી અધિકારીઓની ટીમ બનાવી હતી જેમાં અમરૂભાઇ ફોરેસ્ટર, શિવરાજભાઇ, જયરાજભાઇ, ડી.ટી.ધાઘલ, પરમારભાઇ, રાયજાદાભાઈ સહીત વન વિભાગ હારા રાત્રીના સમયે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ પહોચી ત્યારે ધારીના હીરાવા ગામે રહેતા રાજુભાઈ

માધાભાઈ મકવાણા (ઉવ. ૪૫) અને તેનો ભાઈ હરમુખ માધાભાઈ મકવાણા (ઉ.વ. ૩ર) વાળાએ ચિંકારાનો શિકાર કર્યો હતો અને તેને રાંધી રહ્યા હતા, વન

વિભાગ દ્વારા સ્થળ પરથી તાજીજ ચિકારાની ખોપરી તથા શરીરના જુદા-જુદા અવશેષો કબજે કયાં હતા. આ સોબન્તે આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે અને કેવી રીતે ચિંકારાનો શિકાર કર્યો હતો તા આ અગાઉ પણ તેમના દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે.

 હજુ હમણા જ ગીરના જંગલમાં શિકારી ટીમ ઝડપાઈ હતી અને સિંહના શિકારનો પણ પર્દાકાશ થયો હતો ત્યાંરીએકવખત આરક્ષિત વન્યપ્રાણીનો શિકાર થયાનું આહાર આવતા ભારે ચકચાર મચી છે. વન વિભાગદારા આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરાવવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માગણી ઊઠી છે.

(1:10 pm IST)