Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના સુખપુરમાં ખેડૂતે 18 વિઘા જમીનમાં પરંપરાગત ખેતી સાથે મધમાખી ઉછેર કરીને મધના ઉત્‍પાદનમાં વર્ષે 3થી 4 લાખની આવક ઉભી કરી

જુનાગઢ: ખેડૂતો આજે પરંપરાગત ખેતીની સાથે અન્ય ખેતી કરતા જોવા મળી રહ્યાં છે. જૂનાગઢના ભેંસાણ તાલુકાના સુખપૂર ગામના ખેડૂતે મધમાખીમાંથી મધ બનાવની ખેતી શરૂ કરી છે.

સામાન્ય રીતે સોરાષ્ટ્રમાં મગફળી અને ઘઉંની ખેતી વધુ જોવા મળે છે. ત્યારે ભેંસાણના યુવા ખેડૂત આશિષ પટોળીયા પરંપરાગત ખેતીની સાથે મધની ખેતી તરફ વળ્યાં છે. કૃષિ યુનિવર્સિટીના મધ ઉછેર કેન્દ્રમાંથી તાલીમ મેળવી છેલ્લા 3 વર્ષથી પોતાના ખેતરમાં મધ ઉછેર કેન્દ્ર બનાવી મધનું ઉત્પાદન કરે છે. આજે તેમની 18 વીઘા જમીનમાં પરંપરાગત ખેતીની સાથે મધમાખી ઉછેર કરી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. મઘ મેળવવા માટે ખેતરમાં 100 જેટલી પેટી મૂકવામાં આવી છે. જેમાં મધમાખી ખેતરો વાવેતર કરેલ તલ, ધાણા, અજમો, બોર અને નાળિયેરી જેવા છોડના ફૂલોમાંથી રસ ચૂસીને મધની પેટીમાં મધ ઉછેર કરવાનું કામ કરે છે. આજે સુખપુરના યુવા ખેડૂત મધના ઉછેરમાંથી વર્ષે 3 થી 4 લાખ રૂપિયાની વધુ આવક મેળવી રહ્યા છે.

હાલ માર્કેટમાં મધનો ભાવ એક કિલોના રૂપિયા 500 થી 700 જોવા મળે છે. ખેડૂતનું કેહવું છે કે, મધના ઉછેર માટે કોઈ મોટા પ્રમાણમાં જમીન નથી જોઈતી. માત્ર ખેતર શેઢે પણ મધની પેટી મૂકી મધનું ઉત્પાદન કરી શકાય છે અને સાઈડમાં વધુ એક આવક મેળવી શકો છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022 માં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં કામ કરી રહ્યાં છે. ત્યારે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ડીએમ જેઠવાનું કહેવું છે કે, ખેડૂતો પણ આવક બમણી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં કૃષિ યુનિવર્સિટી જેવી કે નિયંત્રણ પ્રયોગ શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મધ ઉછેર કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. જેમાં કૃષિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બેહનોને પણ મધ ઉછેરની ટ્રેનિંગ અને શિક્ષણ આપવામાં આવે છે. આ સાથે ખેડૂતો માટે પણ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ કોરોનાના લીધે તાલીમ બંધ હતી, પણ હવે માર્ચ મહિનાથી તાલીમ ફરી શરૂ કરવામાં આવશે. આજે મધના ઉછેરથી ખેડૂતોને પૂર્ણ તાલીમ આપીને તેના ખેતરમાં કઈ રીતે મધનો ઉછેર કરવો તેમજ આજે મધની પેટીમાં ઇટાલીન બી મધ એક વર્ષમાં 8 થી 10 કિલો મધનું ઉત્પાદન થાય છે. આ રીતે ખેતી માં 10 થી 15% ની આવક વધી જાય છે.

(4:48 pm IST)