Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રસીકરણ વચ્ચે અમરેલી જીલ્લામાં કોરોનાના પાંચ કેસ

અમરેલી તા.ર૩ : અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસની સંખ્યા ઓછી થઇ છે પણ કોરોના નાબુદ થયો નથી હાલમાં ચાલી રહેલા વેકસીનેશન વચ્ચે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા છે અને આજે શુક્રવારે સાત દર્દીઓ કોરોના મુકત થતા રજા આપવામાં આવી છે તથા હાલમાં ૩૩ દર્દીઓ સારવાર લઇ રહયા છે.

આડા સંબંધોની વાતો કરતા

રોકડીયાપરામાં રહેતા મુકેશભાઇ ગોબરભાઇ પાટડીયા ઉ.વ.૪૧ને કૈલાસબેન રવજીભાઇ ડાબસરાને ફોન કરી જણાવેલ કે, તુ કયાં છો જેથી તેણે કહેલ કે હું ઘરે છું. જેથી જણાવેલ કે આપણા આડા સબંધોની આડોશ પાડોશમાં શુ કામ વાતો કરે છે તેવું જણાવીને કૈલાસબેન રવજીભાઇ ડાબસરા, હિનાબેન મુકેશભાઇ ડાબસરા, મુકેશ દિનેશ ડાબસરા, રીનાબેન મહેશભા ડાબસરાએ ગાળો બોલી પાઇપ અને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી છે.

ફરારી આરોપી પકડાયો

અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલસીબી ટીમે બાતમી મેળવી અમરેલી તાલુકા પો. સ્ટે. ગુ.ર.નં.૧૦૬૬-ર૦ર૦, ઇપીકો કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર) તથા જીપી એકટ કલમ ૧૩પ મુજબના ગુનાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી વિમલ ભીખાભાઇ ડોબરીયા, ઉ.વ.ર૯ રહે. મુળ ચારોડીયા, તા. રાજુલાને પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે અને આગળની કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પો. સ્ટે.માં સોંપી આપેલ છે.

માર માર્યો

ઓપન જેલ પાછળ સંધી સોસાયટી પાસે સલીમભાઇ હામદભાઇ ફકીર ઉ.૩૯એ ગાળો બોલવાની ના પાડતા બહારપરામાં રહેતા મહેબુબ ખાટકીએ છરી તેમજ ઢીકાપાટુ વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્રાસ આપ્યાની રાવ

તાલુકાના ચાડીયા ગામે રહેતી અનીતાબેન સાગરભાઇ મકવાણાને સુરત તેમજ ચાડીયા ગામે પતિ સાગર મધુ મકવાણા, સસરા મધુભાઇ, સાસુ જશુબેન મધુભાઇ મકવાણાએ અવાર નવાર ગાળો બોલી ત્રાસ આપ્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:03 pm IST)