Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

કોવીડ મહામારીને અંકુશમાં લાવવામાં સહયોગ ન આપતા કેશોદના હેલ્થ વર્કર સામે ફરિયાદ

આરોગ્ય કર્મચારીઓની ફરજમાં પણ રૂકાવટ કરી

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : કોવીડ મહામારીને અંકુશમાં લાવવામાં સહયોગ ન આપતા કેશોદના હેલ્થ વર્કર સામે પોલીસ ફરિયાદ થઇ છે.

રાજયના આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે કોવીડની સારવાર અને રસીકરણ કામગીરીમાં મુશ્કેલી ઉભી થઇ છે. તેમજ દર્દીઓને હાલાકી થવા પામી છે.

આથી આરોગ્ય કર્મીઓને ફરજ પર હાજર થવા નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ કેશોદનાં મલ્ટીપર્પના હેલ્થ વર્કર કૃપાલ સામતભાઇ હડીયાએ નોટીસ અવગણીને અને હડતાલ ચાલુ રાખી અન્ય કર્મચારીઓને ફરજ પર હાજર થવા ન દેતા જયેશભાઇ ગીરધરભાઇએ ગઇકાલે રાત્રે કૃપાલ સામે પોલીસ ફરિયાદ કરી હતી.

જેમાં કૃપાલ હડીયાએ આરોગ્ય કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી અને કોવીડની મહામારી અંકુશમાં લાવવામાં સહયોગ નહી આપી ગુનો કર્યાની પોલીસ કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ કેશોદના પીએસઆઇ પી.એસ.ઝાલા ચલાવી રહયા છે.

(1:01 pm IST)