Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

માતાને લાફા મારી પિતાની હત્યા કરનાર જુથળના ગોવિંદની ધરપકડ

પોલીસ ફરિયાદના મનદુઃખથી લોહી રેડાયુ

(વિનુ જોશી) જુનાગઢ તા.ર૩ : માળીયા હાટીનાના જુથળ ગામે માતાને લાફા મારી પિતાની હત્યા કરનાર પુત્ર ગોવિંદની પોલીસે રાત્રે ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના તાલુકાનાં જુથળ ગામે રહેતા મેરામણભાઇ જીવાભાઇ કાથડ (ઉ.વ.પ૦)એ પોતાના સગા પુત્ર ગોવિંદ (ઉ.વ.ર૦) સામે પોલીસ ફરિયાદ કરેલ જેનું પોલીસ સ્મન્સ બજાવ્યુ હતુ.

આ બાબતનાં મનદુઃખથી તા.ર૧ની રાત્રે બાપ - દિકરો ઉગ્ર ઝઘડો થયોહતો. આથી મેરામણભાઇ પત્ની વિજયાબેને બંનેને સાજવાનો પ્રયાસ કરેલ.

પરંતુ પુત્ર ગોવિંદે ઉશ્કેરાઇ જઇને માતા વિજયાબેનને ઝાપટ ઝીકી દઇ પિતા મેરામણભાઇને પછાડી તેની બંડીમાંથી છરી કાઢીને છાતીમાં ઘા ઝી઼કી દીધો હતો જેનાથી મેરામણભાઇ ઢળી પડયા હતા.

આ બનાવમાં પી.એસ.આઇ. રાઠોડ ત્વરિત ગોવિંદની અટકાયત કરી લીધી હતી. જો કે કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા રાત્રે તેની વિધિવત ધરપકડ કરવામાં આવી હતી.

(12:58 pm IST)