Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

પત્નિ નાસી જતા, નશાની આદતના લીધે નાણાંની જરૂર પડતા બરડીયાના મજુર શખ્સે જુનાગઢમાં હોન્ડા ચોરી લીધું

જૂનાગઢ, તા. ર૩ :  રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા નવા આવેલ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ર્ંમિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓર્ં કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના પો.કો. વિક્રમભાઈ, કરણસિંહ, સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નમ્બર પ્લેટ વગરના હીરો હોંડા સ્પ્લેનડર પ્લસ મોટર સાયકલ સાથે આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી પટેલ ઉવ. ૩૫ રહે. બરડીયા, તા. વિસાવદર ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

શંકાસ્પદ મોટર સાયકલ ના એન્જીન ચેસીસ નમ્બર આધારે  પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ કપિલભાઈ કિશોરભાઈ ધનવાની જાતે સિંધી રહે. ઉલ્હાસ સોસાયટી, ગાયત્રીનગર, જૂનાગઢનું સરનામું મળતા, આરોપી ભાંગી પડેલ અને આ હીરોહોન્ડા સ્પ્લેન્ડર પલ્સ પંદર દિવસ પહેલા જૂનાગઢ કડીયાવાડ ખાતેથી ચોરી કરેલાની કબૂલાર્તં કરવામાં આવેલ હતી. જેથી, મેંદરડા પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂ. ૨૦,૦૦૦/પ્ર નું કબજે કરવામાં આવેલ હતું.

પકડાયેલ આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી જાતે પટેલની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, પોતાના લગ્ન થયેલ, પરંતુ પત્ની નાસી ગયેલ હોઈ, પોતાને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરીની કબૂલાર્તં કરવામાં આવેલ છે.

(11:46 am IST)
  • યુવાઓને વધુને વધુ ટિકીટ આપવામાં આવશે : સી.આર. પાટીલ : ભાજપમાં યુવાઓને વધુ ટીકીટ અપાશે તેવા સંકેત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આપ્યો છે : ૫૫થી વધુ ઉંમરના લોકો ટીકીટ ન માંગે તેમ જણાવી ટીકીટ માટે તૈયારીઓ કરી રહેલા સીનીયર કાર્યકર્તાઓને સંકેત આપ્યો હતો access_time 12:52 pm IST

  • કોરોના કેસોમાં, દેશમાં કેરળ અને મહારાષ્ટ્ર સતત ટોચ ઉપર : છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭ હજાર આસપાસ અને મહારાષ્ટ્રમાં ૩૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા : આસામમાં સૌથી ઓછા ૧૭, હિમાચલમાં ૪૧, ગોવામાં ૭૦, ઝારખંડ ૭૫, જમ્મુ અને કાશ્મીર ૮૮, ઉત્તરાખંડ ૧૧૦ કેસ નોંધાયા છે : ૪૫૧ નવા કેસ સાથે દેશભરમાં ગુજરાત છઠ્ઠા નંબરે access_time 11:33 am IST

  • વિજય માલ્યા બન્યો મરણીયો : બ્રિટનમાં જ રહેવા પૈતરો : ગૃહમંત્રી પ્રીતિ પટેલ સમક્ષ અરજી કરી : હાલ તે જામીન ઉપર છુટેલો છે access_time 3:16 pm IST