Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સુરેન્દ્રનગર વચલી ફાટક વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી વંચીત : કચેરીમાં ટોળાનું હલ્લા બોલ

વઢવાણ, તા. ર૩: સુરેન્દ્રનગર આઇસ ફેકટરી રોડ પર આવેલ વચલી ફાટક વિસ્તારમાં જીયુડીસી દ્વારા પાણી ભૂગર્ભ ગટર સહિતના કામો માટે રસ્તા ખોદી નખાયા છે જેમાં પાણીની લાઇનમાં તોડફોડ થતા અને રસ્તા યોગ્ય બુરાણ ન થતા સમસ્યા સર્જાઇ છે. આથી ભરાયેલા આ વિસ્તારના લોકોનું ટોળુ કલેકટર કચેરીએ ધસી જઇને અધિક લેકટરને ઉગ્ર રજૂઆત કરી આવેદન આપેલ હતું.

અહીં જયારથી જી.યુ.ડી.સી. દ્વારા ગટર પાણીની રસ્તાના કામો શરૂ કરાયા છે ત્યારથી પ્રજા ત્રસ્ત બની છે.

સુરેન્દ્રનગરના આઇસ ફેકટરી રોડ પર આવેલ વચલી ફાટક વિસ્તાર છે જયાં જી.યુ.ડી.સી. દ્વારા બે માસથી આડેધડ રસ્તાનું ખોદકામ કરી ઠેર ઠેર માટીના ઢગલા રાખી દેવાતા રાહદારીઓ ચાલી શકતા નથી.

આ વિસ્તારની શેરીમાં પાણીની પાઇપ લાઇન ખોદકામ દરમિયાન ડેનેજ થતા પાણીના વીકેજ સર્જાતા પાણીનો ધોધ  થાય છે જયારે આ પાણીમાં ગટરના પાણી ભળતા અને તેના કારણે ગંદકી ફેલાઇ રહી છે.

આ રજુઆતના પ્રત્યુતરમાં અધિક કલેકટર શ્રી પંડયાએ યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

(4:10 pm IST)