Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જામનગર વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્તારો સીસી બ્લોકથી મઢાશેઃ ખાતમુર્હુત

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ની ગ્રાન્ટમાંથી કામનો પ્રારંભ

જામનગર : શહેરના વોર્ડ નં. ૧૧ માં આવેલા ચારણ સમાજની વાડી અને ખોડીયાર માતાજીના મંદિર પાસેના વિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ની ગ્રાન્ટમાંથી રૂ. ૩.પ૦ લાખના ખર્ચે સી. સી. બ્લોકના કામનું ખાત મુર્હુત કરવામાં આવેલ હતું.  આ તકે વોર્ડ નં. ૧૧ માં આવેલ મેપની ધારહોન્ડા-શો-રૂમ પાછળ, ચારણ સમાજની વાડી બાજૂમાં, ખોડીયાર માતાજી મંદિર પાસે ખાતમુર્હુત પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા), વોર્ડ નં. ૧૧ કોર્પોરેટર શ્રી જસરાજભાઇ પરમાર, ભનજીભાઇ ખાણધર, ભાજપ  શહેર મહામંત્રી  વિમલભાઇ કગથરા, ભાજપ શહેર ઉપપ્રમુખ નારણભાઇ મકવાણા, વોર્ડ પ્રમુખ તુલસીભાઇ નકુમ, વેલજીભાઇ નકુમપ્રવિણભાઇ પરમાર, લખનભાઇ ડાંગરહરૂભા જાડેજા, રમેશભાઇ ડાંગર, જીતુભાઇ પરમાર, ઉમેષભાઇ હડીયલ, રામજીભાઇ બુમતારીયા, ભરતભાઇ, હિરેનભાઇ સોનગરા, દિપભાઇ રાઠોડ, ગુરૂ માધવનાથ, દિનેશભાઇ જાટીયા, પ્રવિણસિંહ વાઘેલા, બીપીનભાઇ ખીમાલીયાપ્રભુભાઇ પટેલ, વિરજીભાઇ પટેલ, જયદિપસિંહ જાડેજા, ધનુભા ગોહીલ, ટીજુભા ઝાલાકેશુભાઇ પટેલ, કલ્યાણસિંહ, પરેશભાઇ, યાકુબભાઇ જુવારીયા, જમનભાઇ પટેલ, વાલજીભાઇ પટેલ, ઘનશ્યામસિંહ જાડેજા અને દિનેશભાઇ માલધારી સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતાં.  (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

(1:50 pm IST)