Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મોરબીમાં નિરાધાર વૃધ્ધોને પેન્શન મેળવવા ફાંફાં

મોરબી તા. ૨૩ : નિરાધાર વૃદ્ઘો માટે પેન્શન જ તેના જીવન નિર્વાહ કરવાનો એક માત્ર વિકલ્પ હોય છે. તેમાં પણ મોરબીમાં વૃદ્ઘોના પેન્સન મળતું નથી તેવી વારંવાર અનેક ફરિયાદો થઇ છે. ફરીવાર વોર્ડ નં. ૪ ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છેકે, મોરબીમાં જે નિરાધાર વૃદ્ઘા છે તેનું ઘણા મહિનાથી પેન્સન બંધ થયેલ છે તેને શરૂ કરવા તથા જે સરકાર દ્વારા અનપૂર્ણા યોજના ચાલે છે જેના હેઠળ ગરીબ પરિવારોને રાહતદરે ખાંડ,તેલ, ગોળ, ઘઘઉં, કેરોસીન અપવામાં આવતું હતું. પરંતુ હજુ પણ ઘણા જરૂરિયાતમંદ પરિવારો આ યોજનાના લાભથી વંચિત છે. તથા બી.પી.એલ.કાર્ડ માટે ફરી દરેક વોર્ડમાં જઈને અધિકારી દ્વારા સર્વે કરી જે ખરેખર જરૂરિયાતમંદ નિરાધાર પરિવારોને આ લાભ મળે તેવી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી માંગ કરવામાં આવી છે

ટીમ્બાવાળા માતાજીના મંદિરે રામચરિત માનસ પાઠ

મોરબી માળીયા ફાટક પાસે આવેલા ટીમ્બાવાળા માતાજીના મંદિરે ભૈયાજી પરિવાર દ્વારા રામચરિત માનસ સંપુઠપાઠ પારાયણ યજ્ઞ તા. ૨૫ને ગુરૂવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ઙ્ગજેમાં મોરબીના વિદ્વાન શાસ્ત્રીજી દિલીપભાઈ પી. દવેના દ્વારા આ માનસ સંપુઠપાઠ સંપન્ન થશે. તેમજ તા. ૨૬ના રોજ ઙ્ગરામયજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલિપભાઈ દવે દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઙ્ગશાસ્ત્રોકત વિધાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઙ્ગભૈયાજી પરિવારના લોકો ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.

શ્રદ્ઘા માજી સૈનિક મંડળ દ્વારા પ્રજાસતાક પર્વની ઉજવાશે

શ્રદ્ઘા માજી સૈનિક મંડળ દ્વારા પ્રજાસતાક દિન નિમિતે ધ્વજવંદન તા. ૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૯.૩૦ કલાકે દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે માજી સૈનિકના મહામંડળના સભ્યો માટે મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેથી મોરબી જીલ્લાના તમામ માજી સૈનિકોને આ ઉજવણીમાં હાજર રહેવા મોરબી જીલ્લા માજી સૈનિકના પ્રમુખ અશોકસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે.

વિનય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા સ્કીલફુલ એકઝીબીશન

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ ફન કાર્નિવલ અને સ્કીલફુલ એકઝીબિશનનું આયોજન કરાયું છે. જેમાં ખેલો ખાવો, ખીચો, રંગમંચ લે ચલોના સૂત્રો સાથે સિનિયર કેજીથી ધોરણ ૯ સુધીના બાળકો પોતાની વિશેષતા રજુ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ શીર્ષક હેઠળ ધોરણ ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ ધ ફન કાર્નિવલ રજૂ કરશે તો સિનિયર કેજીના બાળકો હુનર ધ સ્કિલફૂલ એકઝીબિશન રજૂ કરશે. આ કાર્યક્રમમાં પધારવા વિનય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

ફ્રી નિદાન કેમ્પ યોજાયો

મોરબીમાં સિવિલ હોસ્પિટલ,ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુકત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ તથા ફ્રી ઓપરેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બાળકોના નિષ્ણાત તથા એન્ડોસ્કોપીના નિષ્ણાત ડો. જયુલ કામદાર અને કોસ્મેટીક અને પ્લાસ્ટિક સર્જરી નિષ્ણાત ડો. નિશ્યલ આર. નાયક તથા મોરબી સિવિલ હોસ્પીટલના ડો.દુધરેજીયા અને આશિષ દવે એ સેવા આપી હતી તેમજ આ કેમ્પમાં ૪૦થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.(૨૧.૨૦)

(12:35 pm IST)