Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પોરબંદર : માચ્છીમારોને સબસીડીની જુન-નવી યોજનાઓની આંટીઘુંટીથી લીધે હાલાકી

પોરબંદર, તા. ર૩ : માચ્છીમારો હાલમાં જુની નવી યોજનાઓની આંટીઘુંટીના કારણે અવઢવમાં મૂકાયેલ છે. પહેલા જુની સબસીડી યોજનાને કારણે માચ્છીમારોને ફાયદો થતો અને ધંધા રોજાર વ્યવસ્થિત ચાલતા જેને લીધે સારી એવી સંખ્યામાં પીલાણાના બંદરમાં લંગરતા. પોરબંદર માછીમાર પીલાણા એસોસીએશનના પ્રમુખ ભાસ્કરભાઇ પાંજરી તથા એસોસીએશનના મેમ્બરશ્રીઓને હાલની તાજેતરની મીટીંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે માચ્છીમારોને મળતી કેરોસીન સબસીડીની યોજના ઝડપથી જૂની રીત પ્રમાણે ચાલુ રહે જેથી નવી યોજનામાં થતા સુધારા વધારાના કારણે ધંધામાં કોઇ અસર ના પડે.

હાલમાં તો જુની સબસીડીવાળી યોજના એકદમ સરળ હતી જેમાં મહીનાનું રપ૦ લીટર કેરોસીન સબસીડીવાળુ મળતુ જે હાલમાં નવી યોજનાની આંટીઘુંટી તથા અડચણને લીધે મહીનાના માત્ર ૪૦ લીટર મળે છે તે પણ બંધ કરી દીધેલ છે. ખાસ નોંધવાલાયક બાબત એ છે કે રાજયના ૧૬૦૦ કી.મી.ના દરિયાકાંઠામાં માચ્છીમારો માચ્છીમારી વર્ષના માત્ર ૭ મહીના કરી શકે છે અને તેમાં આવી સબસીડીની આંટીઘુંટીના કારણે માચ્છીમારો સરકાર તરફથી યોગ્ય અને વ્યાજબી કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.

(11:29 am IST)