Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાલાવડની મુકતાબેન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓનું સન્માન

કાલાવડ તા. ર૩ :.. મુકતાબેન કન્યા વિદ્યાલયની ધોરણ ૯ થી ૧ર ની વિદ્યાર્થીનીઓ વાર્ષિક પરીક્ષામાં ક્રમ નં. ૧ થી ૧૦ નું સ્થાન મેળવેલ તેજસ્વી તારલાનો સન્માન સમારોહ ત્થા વાલી સંમેલન કાર્યક્રમ જામનગરના સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં ધો. ૯ થી ૧ર ની વિદ્યાર્થીનીઓ વાર્ષિક પરીક્ષામાં ૧ થી ૧૦ ક્રમે આવેલ તેજસ્વી તારલાને રોકડ પુરસ્કાર, શીલ્ડ તેમજ પ્રમાણપત્ર તેમજ શાળા દ્વારા સફાઇ કાર્ય, જલ બચાવો, જેવા કાર્યક્રમમાં  ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓને પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા સન્માનીત કરેલ હતાં.

આ પ્રસંગે શાળાના આચાર્ય ધકુબેન મકવાણા એ શાળાનો પરિચય આપ્યો હતો. તેમજ પુનમબેન માડમ,  જે.ટી. પટેલ દ્વારા પ્રવચન આપેલ હતાં.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય,  તાલુકા પંચાયત પ્રમુખ હીરપરા કન્યા વિદ્યાલયના મંત્રી જમનભાઇ તારપરા, શિક્ષણ મંડળના ટ્રસ્ટી અનુભાઇ પારેખ, વિજયભાઇ ભટ્ટ, ભાવનાબા ગોહેલ તેમજ દાતા શ્રી દિપકભાઇ પટેલ, પત્રકાર કમલેશભાઇ આશરા તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહી કરેલ હતાં.

આ કાર્યક્રમનું સંચાલન જાગુબેન અને લતાબેન ત્થા આભાર ધકુબેન મકવાણા એ કરેલ હતું.

(11:23 am IST)