Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

માંગરોળથી જૂનાગઢ જતી બસો મોડી ઉપડતા પેસેન્જરો હેરાન

માંગરોળ તા. ર૩ :.. એસ. ટી. ડેપોની જૂનાગઢ તરફ જતી લોકલ બસો ઘણા સમય થયા બપોર બાદ ૧-ર-૪-પ વાગ્યાની બસો તેના નિયત સમય કરતા ૧ થી ૧ાા કલાક મોડી ઉપડે છે. કંટ્રોલ રૂમમાં પેસેન્જરો પુછતા નવી બસ તંત્ર નથી  આપતી તેવા જવાબ અપાય છે. કાયમી પાસવાળા પેસેન્જરો તથા પેસેન્જરો આ બાબતે અનીયમીત બસ જતી  હોવાની વારંવાર ફરીયાદો ફરીયાદ બુકમાં લખી, ડેપો મેનેજરને રૂબરૂ  રજૂઆત કરી બે-ત્રણ દિવસમાં રેગ્યુલર થઇ જશે તેવા વચનો આપે છે. છતાંય નિયમીત બસો ઉપડતી નથી છેવટે પેસેન્જરોએ વિભાગીય નિયામક-જૂનાગઢને ફોન કરતા તપાસ કરાવી યોગ્ય કરવા ખાત્રી આપી છે જો આ બસો હવે  નિયમીત સમયે નહી દોડે તો છેવટે પેસેન્જરો પાસે ચક્કાજામ કરવા સિવય કોઇ રસ્તો નથી.  આ બાબતે પૂર્વે અને હાલનાં ધારાસભ્ય પ્રજાલક્ષ્ી પ્રશ્ન હલ કરે તેમ પ્રજા ઇચ્છે છે.

(11:21 am IST)