Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પોરબંદરમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ૪ લાખની ચોરી

શિયાળાની વહેલી સવારના અંધારાનો લાભ લઇ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું: ૧૦૨૫૦૦ રોકડ તથા દાગીના ગયા

પોરબંદર તા. ૨૨ : શહેરના છાંયા વિસ્તારમાં શિયાળાની વહેલી સવારના અંધારાનો લાભ લઇને તસ્કરો સુધીરભાઇ ગોવિંદભાઇના બંધ મકાનને નિશાન બનાવેલ અને તાળા તોડીને સોના - ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૪ લાખની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. તસ્કરો મકાનમાં ઘુસી જઇને કબાટમાંથી ૧,૦૨,૫૦૦ રોકડ તથા સોનાની બંગડી નંગ-૪, સોનાનો ચેઇન-૧, વીટી નં. ૬, કાનની બુટી નંગ-૩, ચાંદીના કડા નંગ-૨, ચાંદીના સાંકડા સહિત આશરે ૪ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયેલ છે.

લોકોની ફરિયાદ મુજબ પાલિકા દ્વારા વહેલી સવારે સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવતી હોય તસ્કરો અને અસામાજિક તત્વોને મોકળુ મેદાન મળી જાય છે.

(3:53 pm IST)