Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ચોટીલામાં SBIના ATM પર કાયમી બંધના પાટીયા 'ઝુલતા' રહે છે!!

બેંકના ગ્રાહકો ATM પર આવી બંધનું પાટીયુ જોઇ નિરાશ વદને પરત ફરે છે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.રર : ચોટીલા માં છેલ્લા દ્યણા સમય થી બેંક એટીએમ ના ધાંધિયા ની રાવ ઊઠી છે, ચોટીલા શહેર માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના ૨એટીએમછે, જેમાંથી શહેર માં આવેલ રામચોક વિસ્તાર નું તો છેલ્લા દ્યણા વર્ષો થી બંધ છે, જયારે નેશનલ હાઇવે પર આવેલ એટીએમ અવાર નવાર બેંક કનેકિટવિટી ના હોઈ, મશીન માં રૂપિયા ના હોઈ જેવા બહાના હેઠળ બંધ હોઈ છે.

ચોટીલા માં ચામુંડા રોડ પર આવેલ બેંક ઓફ ઇન્ડિયા નું એટીએમ તો લગભગ એકાદ વર્ષ થી બંધ છે જેમને મશીન ને બેંક અંદર લઈ લીધેલ હોઈ બેંક ના કામકાજ ના સમય સિવાય તે કઈ કામ નું નથી, જયારે શાસ્ત્રીનગર માં આવેલ બેંક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચ બહાર જ આવેલ એક માત્ર એટીએમ મોટા ભાગે ચાલુ હોય છે. પણ ખાતેદારો નો પ્રવાહ એટલો હોઈ છે કે તેમાં પણ રૂપિયા પુરા થઈ જાય છે.

અંદાજે ૬૦૦૦૦ હજાર થી વધુ વસ્તી ધરાવતા ચોટીલા શહેર અને ૧૦૦ ગામડા ની ખરીદીના મુખ્ય મથક તથા હજારો ની સંખ્યામાં ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવતા લોકો ની સામે ચોટીલા માં હાલ ફકત બે જ એટીએમ છે. ચોટીલા માં થાનરોડ પર દ્યણી નવી સોસાયટીઓ બની છે અને મોટા ભાગના શિક્ષકો તથા સરકારી કર્મચારીઓ ત્યાં રહે છે જો નવું એટીએમ ત્યાં મુકવામાં આવે તો લોકો ને ફાયદો થઈ શકે છે. તાલુકા ના મોટા ભાગના શિક્ષકો તથા કર્મચારીઓ ત્યાં જ રહે છે જેમનો પગાર થાય ત્યારે એટીએમ બહાર લાઈનો લાગે છે.

આ અંગે વાત કરતા અમરીશભાઈ ધાંધલ એ જણાવેલ કે હું એટીએમ માં જયારે રૂપિયા ઉપાડવા આવું ત્યારે અહીં એટીએમ બંધ છે એવું બોર્ડ મારેલું હોઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મુકવામાં આવેલએટીએમ લોકોને પૂરતી સુવિધા માટે છે પણ અમુક અણ આવડત વાળા કર્મચારીઓ ને લીધે હાલ ચોટીલા ના લોકો તેમજ ખાસ તો ચોટીલા મા ચામુંડા ના દર્શને આવતા માઇ ભકતો ખાસ મુશ્કેલી માં મુકાઈ જાય છે

(11:26 am IST)