Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિજયભાઇ રૂપાણી કચ્છમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. રાજયની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીના ધમધમાટ વચ્ચે વિજયભાઈ રૂપાણી ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

અબડાસા વિધાનસભા બેઠક ઉપર ભાજપમાંથી પ્રધ્યુમનસિંહ જાડેજા ચુંટણી લડી રહ્યા છે. પરંપરાગત એવી કોંગ્રેસની આ બેઠક જીતવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહ્યો છે સામે પક્ષે કોંગ્રેસમાથી શાંતિલાલ સેંઘાણી મેદાનમાં છે. વિજયભાઈ સવારે ૧૧ વાગ્યે નલીયા મધ્યે જાહેરસભાને સંબોધન કરશે.

(1:14 pm IST)