Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કચ્છના આડેસર પાસેથી ૬પ લાખનો દારૂ ઝડપાયો

ઉત્તરપ્રદેશનો પ્રવલ યાદવની ધરપકડઃ ર શખ્સોની શોધખોળઃ ટ્રક-કન્ટેનર સહીત રૂ. ૮૧.૯પ લાખનો મુદામાલ કબ્જે કરાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.,૨૨: કચ્છના આડેસર પાસેથી પોલીસે રૂ. ૬૫ લાખના દારૂ સહીત રૂ. ૮૧.૯૫ લાખનો મુદામાલ જપ્ત કરીને એક આરોપીને ઝડપી લીધો છે.

પોલીસે (૧) પ્રવલ પ્રતાપસિંહ અશોકકુમાર યાદવ ઉ.વ.ર૦ રહે. ગામ સુરજપુર તા.જી.મૈનપુરી (ઉતરપ્રદેશ)ને ઝડપી લીધો છે. જયારે દારૂ મોકલનાર અને મંગાવનારની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે ટ્રક, કન્ટેનર તથા દારૂ સહીત રૂ. ૮૧,૯પ,૭૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ. કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસ સબ ઇન્સ્પેકટર બી.જી.રાવલ પો. હેડ કોન્સ.  શીરીષકુમાર ચૌધરી પો.કોન્સ. દિલીપભાઇ પરમાર તથા વિજયસિંહ ઝાલા તથા ભરતજી ઠાકોર તથા ગાંડાભાઇ ચૌધરી તથા કાંન્તીસિંહ રાજપુત તથા ઇશ્વરભાઇ કાંદરી તથા નિકુલભાઇ ગોહીલ સહીતનાએ કરી હતી.

(1:10 pm IST)