Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.માં ડિપોઝીટ-ધિરાણમાં ધરખમ વધારો

ડો.મિલાપસિંહ પઢીયારના નામ ઉપરથી ૭પ વર્ષથી ઉપરના બેન્કના સભાસદો માટે ૧ લાખના બેન્કના ભંડોળમાંથી વિમા કવચથી સુરક્ષિતઃ ગુજરાતની સૌપ્રથમ જીલ્લા બેન્ક : ૬રમી વાર્ષિક સાધારણ સભા ડોલરભાઇ કોટેચાના અધ્યક્ષ સ્થાને યોજાઇઃ ૪ર વર્ષ બાદ પ્રથમ વખત ૧૦ ટકા ડિવીડન્ડ જાહેર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રર : ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી., જુનાગઢની ૬ર-મી વાર્ષિક સાધારણ સભા ઓડીટોરીયમ, કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે બેન્કના ચેરમેન મા.ન. ડોલરભાઇ કોટેચાના અધ્યસ્થાને મળેલ હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે વિશેષ ઉપસ્થિતી ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી અને જીલ્લા પ્રભારી માન. ધવલભાઇ દવે તથા તથા જુનાગઢ મહાનગરના મેયર મા.ન. ધિરૂભાઇ ગોહેલ તથા બેન્કના બોર્ડ ઓફ ડીરેકટરઓ હાજર હતા.

સભાની શરૂઆતમાં કોવિડ-૧૯ ની બીજી લહેરમાં બેન્કના ડીરેકટર, પૂર્વ ડીરેકટર, સહકારી પરિવારના સભ્યો, સહકારી કર્મચારીઓ, સહકારી આગેવાન, ખેડુતો તેમજ આમ જનતાએ મહામુલી જીંદગી ગુમાવેલ છે તેમન દિવંગત આતમાની શાંતિ માટે પ્રાર્થના કરી મૌન પાળી શ્રદ્ધંજલી અર્પણ કરવામાં આવી.

બેન્કના વિકાસ અને પ્રગતિ અંગેની વિગતોથી સભાસદોન ચેરમેનએ માહિતગાર કર્યા હતા બેન્કે ચાલુ સાલ રૂ.ર૭.૮૭ કરોડનો જંગી નફો કરેલ છે સભાસદોને છેલ્લા ૪ર વર્ષથી બેન્ક ચોખ્ખા નફામાં ન હોય ડીવીડન્ડ આપી શકાયેલ ન હતું. આ વર્ષે સારો નફો થતા સભાસદોને ૧૦% ડીવીડન્ડ ચુકવવાની જાહેરાત કરવામાં આવેલ છ તેમજ બેન્ક દ્વારા મંડળીઓ મારફત તેમજ બેન્કમાંથી સીધુ કે.સી.સી. ધીરાણ મેળવવતા ૭પ વર્ષથી વધુ ઉમરના ખેડુત સભાસદોને વિમાકંપની દ્વારા અકસ્માત વિમો આપી શકાતો નથી. આવા ૭પ વર્ષથી વધુ વયના અકસ્માત વિમાથી વંચિત ખેડુત સભાસદો માટે ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી. પોતાના ૭પ વર્ષથી ઉપરના સભાસદોનીચિંતાકરી એકીડન્ટલી મૃત્યે થાય તો બેન્કના સ્વભંડોળમાંથી રૂ.૧ લાખ સુધીની અકસ્માત વિમા કવચ આપવા બેન્કના ચેરમન ડોલરભાઇ કોટેચાએ જાહેરાત કરેલ છે. આ યોજના ગુજરાતમાં સર્વપ્રથમ આ બેન્કે જાહેર કરેલ છે. અને વિમા કવચનું નામ જુનાગઢના ભાજપના પીઢ અગ્રણ્ય સ્વ. નારશીભાઇ પઢીયારના પૌત્ર અને ભાજપ અગ્રણીય માન. યોગેન્દ્રસિંહ નારશીભાઇ પઢીયારના પુત્ર ડો. મિલાપસિંહનું આકસ્મીક અવસાન થતા તેમને શ્રદ્ધાંજલી આપતા તેમની કાયમી સ્મૃતિમાં 'ડો. મિલાપસિંહ પઢીયાર જૈફ વયસ્ક ખેડુત અકસ્માત વિમાયોજન'ની જાહેરાત કરવામાં આવી અને આ જાહેરાતને બોર્ડ ઓફ ડીરેકટર્સ તથા હાજર તમામ સભાસદોએ વધાવી અને ખુશી વ્યકત કરેલ હતી જેના પ્રિમીયનો ખર્ચ બેન્ક ભોગવશે જેથી ૭પ વર્ષથી વધુ વયના બેન્ક મારફત ધિરાણ મેળવતા ખેડુત સભાસદોને રૂ.૧ લાખ સુધીનુ અકસ્માત વિમા કવચ પરૂ પાડવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત બેન્કના એમડી. દિનેશભાઇ ખટારીયા, વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અને જીલ્લા પ્રભારી ધવલભાઇ દવે, જીલ્લા ભાજપ પ્રમુખ અને સીનીયર ડીરેકટર કિરીટભાઇ પટેલ પૂર્વ મંત્રી અને સીનીયર ડીરેકટર જવાહરભાઇ ચાવડા, પૂર્વ મંત્રી અને પૂર્વ ચેરમેન જશાભાઇ બારડ પૂર્વ ચેરમેન જેઠાભાઇ પાનેરા સર્વેએ પ્રાસંગીક ઉદબોધન કરી બેન્કની પ્રગતી અને વિકાસ માટે સંતોષની લાગણી વ્યકત કરેલ હતી બેન્કના ચેરમેન માન. ડોલરભાઇ કોટેચએ બેન્કના વિકાસ અને પ્રગતી અંગે વિગતથી  માહિતી આપેલ. બેન્કની થાપણોમાં રૂ.ર૪પ કરોડનો વધારો થયેલ છે જે માટે ગ્રાહકોએ મુકેલ વિશ્વાસ માટે આનંદની લાગણી વ્યકત કરેલ અને બેન્ક આગામી સમયમાં વધુ પ્રગતિ કરશે અને બેન્ક ગુજરાતની સારી ટોચની બેન્કોની હરોળમાં સ્થાન મેળવશે તે નિશ્ચિત છે. અને તે માટે અમો અને અમારૂ સંચાલક મંડળ સતત પ્રયત્નશીલ છીએ તેમ જણાવેલ હતું.

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ.એગ્રી એન્ડ રૂરલ ડેવ.બેન્ક લી. 'ખેતી બેન્ક-અમદાવાદ' ના ચેરમેન માન. ડોલરભાઇ કોટેચાએ બેન્કના રપ૦૦૦ ખાતેદાર ખેડુતો માટે અકસ્માત વિમા પોલીસીના પ્રિમીયમના ચેકનું વિતરણ ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ધવલભાઇ દવેના હસ્તે વિમા કંપનીને આપવામાં આવેલ આમ ખેતી બેંકના ખેડુત ખાતેથી રૂ.ર લાખના વિમા કવચથી બેન્ક દ્વારા સુરક્ષીત કરવામાં આવ્યા.

સાવજ જીલ્લા દુધ ઉત્પાદક સંઘના ચેરમેન રમશીભાઇ ભેટારીયાઅ તેમના દુધ ઉત્પાદક ૩૦૦૦૦ ખેડુતો માટે અકસ્માત વિમા પોલીસી લેવામાં આવેલ જેના પ્રિમીયમના ચેકનું વિતરણ ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ધવલભાઇ દવેના હસ્તે વિમા કંપનીને આપવામાં આવેલ આમ રૂ. લાખના વિમા કવચથી દુધ ઉત્પાદકોને સુરક્ષીત કરવામાં આવ્યા છે.

જુનાગઢ જીલ્લા સહકારી બેન્કના સહયોગથી જુનાગઢ જીલ્લા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં રકતદાતાઓએ રકતદાન કરી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવેલ.

બેન્કની આજની સભામાં તમામ નિર્ણયો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.સંચાલન બેન્કના સી.ઇ.ઓ. કિશોરભાઇ ભટ્ટએ કરેલ હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:09 pm IST)