Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ધોરાજીમાં સરકારી ગાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલમાં ધોરણ 11 સાયન્સ ક્લાસ બંધ થતાં વિધાથી વાલીઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ

ધોરાજી: :ધોરાજી માં સરકારી ગાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલમાં ધોરણ 11 સાયન્સ ક્લાસ બંધ થતાં વિધાથી વાલીઓએ  નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને સાયન્સ ક્લાસ શરૂ રાખવાંની માગણી કરાઈ છે
  ધોરાજીમાં સરકારી ગાન્ટેડ એ.ઝેડ કનેરીયા હાઈસ્કૂલમાં ધોરણ 11 સાયન્સનો કલાસ બંધ થતાં વિધાથી વાલીઓ ટેન્શન માં આવી ને મૂઝાય ગયેલ છે વિધાથી વાલીઓએ જણાવ્યું હતું કે હાલ માં કોરોના વાયરસ મહામારી ચાલી રહેલ છે કનેરિયા હાઈસ્કૂલ માં ધોરણ 11 સાયન્સ નો કલાસબંધ કરાતાં અમને બીજી સ્કૂલો એડમીશન ન આપે ટૂક સમય મા પરીક્ષા ઓ આવી રહેલ છે ત્યારે તંત્ર વાહકો દ્વારા ધોરણ 11 સાયન્સ નો કલાસ બંધ કરવા ના નિણયો થી પરેશાની ઉભી થઈ છે જેથી આ મામલે વિધાથી ઓ વાલી ઓ એ ધોરાજી નાયબ કલેક્ટર જી વી મીયાણી ને આવેદનપત્ર આપીને ધોરાજી માં સરકારી ગાનટેડ સ્કૂલ નો ધોરણ 11 સાયન્સ નો કલાસ શરૂ રાખવા માટે ની રજૂઆત કરાઈ છે
આ અંગે ધોરાજી ના નાયબ કલેક્ટર જી વી મીયાણી એ જણાવ્યું હતું કે ધોરાજી માં સરકારી ગાન્ટેડ સ્કૂલ નો ધોરણ 11 સાયન્સ કલાસ શરૂ રાખવા મામલે વાલી વિધાથી ઓ ની રજૂઆત મળેલ છે જેને ઉચ્ચ કક્ષા એ કાયવાહી અથે મોકલવા મા આવનાર છે.

(7:06 pm IST)