Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કલેકટર દ્વારા પ્રશ્ન ઉકેલવાની ખાતરી અપાઇ : જીલ્લા પ્રમુખના પારણા

જુનાગઢમાં કોંગ્રેસનું આંદોલન સમેટાયું

 જુનાગઢ,તા.૨૨ :  શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ છેલ્લા ૪ દિવસ થી સીવીલ હોસ્પિટલ પર ધરણા પર બેઠા છે ત્યારે કલેકટર ઉપવાસ છાવણી પર આવી  દર્દી ના સગા સંબંધી દ્વારા  મળેલી ફરીયાદો અમિતભાઇ પટેલને લેખીત રજુઆત (ફરિયાદો) જે  લેખિત કલેકટરને આપેલ તેમજ યોગ્ય સ્ટાફ ફિજીસ્યન ડોકટર્સની ટીમ તથા ઓકિસજનનો જે પ્રશ્ન હતો તે બાબતનું પણ નિરાકરણ થયેલ તેવું કલેકટર જણાવેલ, તેમજ સારવારમાં બેદરકારીને હિસાબે એક પણ મૃત્યુ નહિ થાય તેવી ખાતરી આપી,  તમામ ફરીયાદ સ્વીકારી યોગ્ય ન્યાય આપવામાં આવશે તેવી બાંહેધરી જુનાગઢ કલેકટર ે  સૌરભભાઈ પારધી દ્વારા અપાતા  આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ ને પારણા કરાવ્યા હતા આ તકે જુનાગઢ શહેર તેમજ જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલે આ લડત માં સાથ આપનાર તમામ આગેવાનો તેમજ નગરજનોનો આભાર વ્યકત કર્યો હતો.  તેમ કોંગ્રેસની યાદીમાં જણાવાયુ હતુ.

(11:44 am IST)