Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

ધોરાજીમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ અચાનક મુલાકાત લીધી

પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે નૂતન ડેપ્યુટી એસપી ઓફિસ નું નિરીક્ષણ કર્યું અને શહેરના આગેવાનો સાથે બેઠક યોજી: ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ પોલીસ ઇન્સ્પેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ જેતપુરના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા

 ધોરાજી: ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ એ અચાનક મુલાકાત લીધી હતી
ધોરાજીમાં નવી બનેલ ડેપ્યુટી એસપી કચેરીનું નિરીક્ષણ કરી ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા લોકાર્પણ થવાનું છે તે બાબતે પણ શહેરના આગેવાનો સાથે બેઠક યોજી હતી
જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ અચાનક ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશનના કેમ્પસમાં જ નવી બનેલી ડેપ્યુટી એસપી કચેરી નું નિરીક્ષણ કર્યું હતું આ સાથે રાજકોટના ડેપ્યુટી એસપી મહર્ષિ રાવલ ધોરાજી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ સિંહ જાડેજા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ બંને પીએસઆઇ વિગેરે સ્ટાફ સાથે રહ્યો હતો
બાદ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ એ ધોરાજી શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક યોજી હતી જેમાં જણાવેલ કે ધોરાજીમાં પ્રથમ વખત આવવાનું થયું છે ત્યારે આપ સૌના સાથ અને સહકારની ખાસ જરૂર હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં cpi પોસ્ટ નાબૂદ કરી ડેપ્યુટી એસપી કચેરી ને મંજૂરી આપેલી છે જેના માધ્યમથી ધોરાજીને આંગણે નૂતન ડેપ્યુટી એસ.પી કચેરી બનેલી છે જેનું લોકાર્પણની તારીખ ટૂંક સમયમાં જાહેર થવાની છે જે અંગે રાજ્ય સરકાર આ બાબતે લોકાર્પણનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરશે અને કદાચ ભારતના ગૃહમંત્રી અમીત ભાઈ શાહ દ્વારા ધોરાજી ડીવાયએસપી ઓફિસ નું લોકાર્પણ કરે તેવી સંભાવના છે તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પણ ધોરાજી ખાતે પધારશે તો ધોરાજીના આગેવાનો આ બાબતે સહકાર આપે તે બાબતે ખાસ વિનંતી કરી હતી
બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી હરસુખભાઈ ટોપિયા ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા નયનભાઈ કુહાડીયા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી શહેર ભાજપ ઉપપ્રમુખ વિજયભાઈ અંટાળા શહેર મહામંત્રી મનીષભાઈ કંડોલીયા કાર્યમંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા શહેર મંત્રી ધીરુભાઈ કોયાણી વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ સૌને આવકાર્યા હતા

(8:24 pm IST)