Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મોરબીના પંચાસર રોડ પર ખેતરના શેઢા સાથે દોરડું બાંધી આધેડનો આપધાત

શેઢા ઉપર આવેલા લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું

મોરબીના શકત શનાળા નવા પ્લોટમાં રેહતા આધેડે કોઈ કારણોસર ખેતરના શેઢા ઉપર આવેલા લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દિનેશભાઈ છગનભાઈ પાડલીયા (ઉ.૫૨) એ ગત તા.૨૦ ના રોજ પંચાસર રોડ પર આવેલા તેના ખેતરના શેઢા ઉપર આવેલા લીંબડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:48 am IST)