Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અશકત દાદાને ર૩ વર્ષથી તંત્રની ભયાનક પરેશાની

જામનગરના નથુવડલા ગામે જમીન ધરાવતા ગિરીરાજસિંહ જાડેજાએ ઉંડ-ર ડેમના જમીન સંપાદન માટે અરજી કર્યા બાદ હજુ સુધી વળતર મળ્‍યું નથી

રાજકોટ તા. રર : જામનગર જીલ્લાના નથુ વડલા ગામે જમીન ધરાવતા અને રાજકોટમાં રહેતા ગિરીરાજસિંહ જાડેજાએ ઉંડ-ર ડેમના જમીન સંપાદન માટે અરજી કર્યા બાદ ર૩ વર્ષથી વળતર માટે રજુઆતો કરી રહ્યા છે. તેમણે આ અંગે વડાપ્રધાન, મુખ્‍યમંત્રી સહિત તમામ ઉચ્‍ચ કક્ષએ રજુઆત કરી છે પરંતુ ન્‍યાય મળ્‍યો નથી.

રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા ગીરીરાજસિંહ જીવુભા જાડેજાએ જણાવ્‍યું છે કે સરકારી તંત્રમાં ઘણી વખત કર્મચારીઓની ભૂલને કારણે અરજદારોને વર્ષો સુધી ભોગવવું પડે છે આવો વધુ એક દાખલો બહાર આવ્‍યો છે. જેમાં સરવે નંબર લખવામાં ભૂલ થતા રાજકોટના વયોવળદ્ધ ખેડૂત ૨૩ વર્ષથી વળતર માટે ભટકી રહ્યા છે.

રાજકોટના ગાંધીગ્રામ વિસ્‍તારમાં રહેતા ૭૫ વર્ષીય ગિરિરાજસિંહ જાડેજાનું મૂળ વતન જામનગરનું નથુવડલા ગામ છે અને આ જ ગામ પાસે ઊંડ-૨ ડેમ આવેલો છે. ગિરિરાજસિંહ જણાવે છે કે, ઊંડ-૨ ડેમ બનાવવાનો હતો ત્‍યારે તેમના ગામની ઘણી જમીન ડૂબમાં જતી હતી અને તેને સંપાદન કરવી જરૂરી બની હતી. આ પ્રક્રિયામાં તેમની જમીન પણ આવતી હતી. જેનો સરવે નં.૧૬ પૈકી ૧ હતો અને આસપાસની જમીન પણ તેમના પરિવારની જ હતી. બધી જ પ્રક્રિયા પૂરી થઈ પણ સંપાદન માટે ૩૦-૧૨-૨૦૦૦ના રોજ હુકમ થયો તેમાં ગિરિરાજસિંહની જમીનના સરવે નંબર ૧૬-૧ પૈકી લખેલું આવ્‍યું હતું જેનો અર્થ એ થયો કે આ જમીન મૂળ સરવે નં. ૧૬ની પેકી ૧ અને તેની પેકી જમીન છે જે હકીકત ન હતી.

આ મામૂલી ભૂલ હોવાનું કહી સુધરી જશે તેવું તત્‍કાલીન અધિકારીઓએ કહ્યું હતું. આ માટે જમીન સંપાદન અધિકારીથી માંડી સિંચાઇ વિભાગ, જામનગર કલેકટર, ગાંધીનગર રેવન્‍યુ વિભાગ સહિતનાઓને આધારે પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી અને વખતોવખત પત્ર લખ્‍યા હતા. રજુઆતને લઇને સુનાવણીએ પણ થઈ જો કે કોઇ નિર્ણય થયો. ન હતો. તેમને એક કર્મચારીએ  તો ઓર્ડર તેમના નામનો છે એટલે વળતર મળી જ જશે ફક્‍ત હુકમ જમા કરાવવાની સલાહ આપી હતી ં ત્‍યારે ગિરિરાજસિંહે કહ્યું હતું કે, હુકમ જ ખોટો છે અને તેવા ખોટા હુકમના આધારે વળતર મેળવાય તો તે પણ ખોટું જ કહેવાય તેથી તે રસ્‍તો  અપનાવ્‍યો ન હતો. ખેડૂતે એમ પણ કહ્યું હતું કે, ગત સરકારમાં રહેલા મંત્રીઓને પત્ર લખતા તેઓએ- જામનગર ંકલેક્‍ટરને તપાસના આદેશ આપ્‍યા હતા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ આવ્‍યું નથી.

આ અંગે ગિરીરાજસિંહ જાડેજાએ કરેલી રજુઆતમાં જણાવ્‍યું છે કે

તા.૯-૧-ર૦ર૦ નાયબ કલેકટર જમીન સંપાદન અને પુનઃવસવાટ (સિંચાઇ) અને પ્રાંત અધિકારી ધ્રોલને એલ.એ.કયુ. ઉંડ-ર કેસ નં.ર૩/૯પમાં જમીન સંપાદન ધારાની કલમ-૧૧ અન્‍વયે સુધારણા ઓર્ડર કરી વળતર ચુકવવા જણાવેલ તા.૩૦/૧૦/ર૦૦૦ ના એવોર્ડમાં ૧૬-૧ પૈકી જમીન દર્શાવેલ હકીકતમાં ખરેખર સ્‍લીપ ઓફ પેન છે, જયારે મારી જમીન ૧૬ પૈકી છે, જેના ૭/૧ર, ૮-અ, હક્કપત્રક નં. ૬ના પુરાવા સામેલ છે. મારી જમીન સર્વે નં.૧૬ પૈકી સંપાદન કરવામાં આવેલ છે તેમ છતાં આજસુધી કોઇ વળતર ચુકવામાં આવેલ નથી.

આજકાલ કરતા રર (બાવીશ)વર્ષ થયા, એવોર્ડમાં સુધારણા ઓર્ડર કરી વળતર ચુકવવા અરજ કરૂ છું વર્ષો સુધી ન્‍યાય ન મળતા છેવટે હારીને થાકીને ખેડુત આત્‍મહત્‍યા કરે છે, જેના ઘણા પુરાવા ઘણા રાજયના છે, પરંતુ ફરજ બજાવતા અધિકારી કે સરકારમાંથી  કોઇ પ્રત્‍યુતર મળતો નથી અને ૭૬ વર્ષ થયા તેમ છતા બાવીશ વર્ષથી રજુઆત કરૂ છું કોઇ ઠોસ નિર્ણય કરી પ્રત્‍યુતર પાઠવેલ નથી. મને આજ સુધીનું વ્‍યાજ સાથે વળતર ચુકવવામાં આવે અથવા મારી જમીન મારા ખાતે ચડાવી આપવામાં આવે તે જરૂરી છે

એલ.એ.કયુ ઉંડ-૨ કેસ નં. ૨૩/૯૫ નો એવોર્ડ તા. ૩૦-૧૦-૨૦૦૦માં આવેલ, તેમાં પાના નં. ૨માં ક્રમાંક નં. ૩ માં માલીકીન હકક ૧. ગામ નથુવડલા ગામ નમુના નં. ૭/૧૨માં જે અરજદારનું નામ છે તેમજ તેમાં હિત ધરાવનાર વ્‍યકિત તરીકેનાં છે. અને તેની સામે કોઇ વાંધા તકરાર થયેલ નથી એટલે કે તે નામો ખરા અને સત્‍ય છે. તેમ ડે. કલેકટર જમીન સંપાદન અને પુનઃવસવાટ (સિંચાઇ)એ જણાવેલ છે.

ભારતમાં રાષ્‍ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ ગાંધીનગર તા. ૨/૧૦/૨૦૨૨ના રોજ તેમના વકતવ્‍યમાં જણાવેલ છે કે દેશની પાંચ ટકા વસ્‍તી ધરાવતા ખેડૂતો આજે દેશમાં કુલ રાષ્‍ટ્રીય કૃષિ ઉત્‍પાદનમાં ૨૦ ટકા જેટલો ફાળો આપી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોની આવી દશા છે. આ બાબત યોગ્‍ય નિર્ણય કરી મને આજ દિવસ સુધીનું વ્‍યાજ સાથે વળતર ચુકવવામાં આવે અથવા મારી જમીન ડુબમાં જતા સર્વે નં. ૧૬ પૈકી  શ્રી સરકાર દર્શાવેલ છે જે ૭/૧૨ સામેલ છે તે મારા ખાતે પરત ચડાવી આપવા યોગ્‍ય કાર્યવાહી કરવા ગિરિરાજસિંહ જાડેજાએ માંગણી કરી છે.

જાડેજા ગીરીરાજસિંહ જીવુભાના મો.નં. ૯૪૦૯૦ ૧૪૩૭૦.

(4:24 pm IST)