Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જામજોધપુર, મોટી પાનેલી, સીદસર ઉમાધામમાં આફતનો વરસાદ

ભરઉનાળે ગાજવીજ સાથે જામ્‍યો ચોમાસાનો માહોલઉપલેટા, મોટી વાવડી, ખંભાળીયા, ભીંડા ગામ, ગોંડલ, જાર, ઉપલેટા સહિતના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોની માઠી

તસ્‍વીરમાં જામજોધપુર, મોટી પાનેલી, સીદસર ઉમાધામ સહિતના વિસ્‍તારોમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : દર્શન મકવાણા - જામજોધપુર, ચંદ્રેશ હિરાણી - મોટી પાનેલી)(૨૧.૧૨)

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ કમોસમી વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે. આજે બપોરે જુનાગઢ, જામનગર જીલ્લાના જામજોધપુર, ઉપલેટા તાલુકાના  મોટી પાનેલી, જામજોધપુરના સીદસર ઉમાધામ, ઉપલેટા, મોટી વાઘડી, ખંભાળીયા,  ભીંડા ગામ, ગોંડલ, જામ ઉપલેટા સહિતના વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોની માઠી બેઠી છે.

મોટી પાનેલી

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખારચીયા, રબારીકા, કોલકી, ઉપલેટામાં કમોસમી વરસાદ પડતા ચણા, ઘઉં, લસણ, ડુંગળી, એરંડા સહિતના પાકમાં નુકશાન થતા ખેડૂતોની માઠી છે. તેમ મોટી પાનેલીના ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્‍યું છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા જામજોધપુર : જામનગર જીલ્લાના જામજોધપુરમાં આજે બપોરે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડયો હતો. ગાજવીજ સાથે આ વરસાદ પડતા ભર ઉનાળે અષાઢી માહોલ છવાયો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળા છવાયા છે.

ગોંડલ

ગોંડલ : ગોંડલ શહેરમાં આજે બપોરે ગાજવીજ પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વરા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયામાં આજે બપોરે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

(3:19 pm IST)