Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જૂનાગઢમાં તળાવ બ્‍યુટીફીકેશનનું કામ રોકવાથી સમસ્‍યાનો કાયમી ઉકેલ નથી

દુષિણ પાણીના નિકાલ માટે લોક સહયોગ જરૂરી : અલ્‍પેશ ચાવડા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨ : જૂનાગઢની મધ્‍યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું બ્‍યુટીફીકેશનનું કામ ગઇ કાલે સાંજે આમ આદમી પાર્ટીએ અટકાવતા દોડધામ મચી ગઇ હતી.

તળાવની કામગીરીથી કાળવાના વોંકળાનું પાણી સંગ્રહિત થતા વોર્ડ નં. ૧ના વિસ્‍તારોમાં બોરના પાણી દુષિત થઇ જવાના મામલે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સોસાયટીના રહીશોએ બ્‍યુટીફીકેશન સાઇડ પર થઇ ધરણા કરી કામગીરી અટકાવી દીધી હતી. અને રોષ વ્‍યકત કર્યો હતો. આ અંગેની જાણ થતા તળાવ બ્‍યુટીફીકેશન કામના ઇન્‍ચાર્જ અને મનપાના વોટર વર્કસ ઇજનેર અલ્‍પેશ ચાવડા તેમજ પોલીસ સ્‍ટાફ પહોંચ્‍યો હતો.

પ્રદૂષિત પાણીનાં નિકાલ માટેની કામગીરી હાથ ધરવાની ખામી આપતા મામલો થાળે પડયો હતો.

વોટર વર્કસ ઇજનેર અલ્‍પેશ ચાવડાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, લોકોની સમસ્‍યાનાં નિરાકરણ માટે મનપા તંત્ર કટિબધ્‍ધ છે. પરંતુ સમસ્‍યાના કાયમી ઉકેલ માટે લોક સહયોગ પણ આવશ્‍યક છે.

તેમણે જણાવેલ કે, પ્રદૂષિત પાણીનાં યોગ્‍ય નિકાલ માટે વોંકળામાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. પ્રદૂષિત પાણી વોંકળામાં બાયપાસ કરાયું છે. જેમાં પ્રદૂષિત પાણીનો નિકાલ થાય તે માટે સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્‍ટો વગેરેના ગંદા પાણીના નિકાલ કનેકશન જોડવા તાકીદ કરવામાં આવી છે અને આ સંદર્ભમાં નોટીસો પણ આપવામાં આવી છે.

પરંતુ હજુ અનેક કનેકશનો કરવામાં આવ્‍યા ન હોવાથી પ્રદૂષિત પાણીની સમસ્‍યા ઉદભવી છે અને કેટલાક બોરના પાણી પ્રદૂષિત થયા છે. જેના કાયમી ઉકેલ માટે લોકોએ પણ મનપા તંત્રને સહકાર આવો જોઇએ તેમ જણાવ્‍યું હતું. બ્‍યુટીફીકેશન વિકાસ કામ અટકાવાથી સમસ્‍યાનો ઉકેલ આવી શકે નહિ પરંતુ લોકોએ તેમની સમસ્‍યાનાં અંત માટે આગળ આવવું જોઇએ.

(1:38 pm IST)