Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જામનગરનાં લાખાબાવળ પાસે બસ-ટ્રેકટર વચ્ચે અકસ્માતઃ પદયાત્રીકનું મોતઃ ૧૫ ને ઇજા

જામનગરઃ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો નજરે પડે છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગરના લાખાબાવળ પાસે અકસ્માતમાં પદયાત્રીકના મોતથી અરેરાટી : જામનગર : અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામથી દ્વારકા સુધી મુંઘવા પરિવાર દ્વારા પદયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં આજે સવારે લાખાબાવળ પાસે ટ્રેકટર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા કોઠ ગામના કાકુભાઇ કાનાભાઇ ભરવાડ (ઉ.૭૦) નું મોત નિપજયું હતું. જયારે રીંકુબેન જગશીભાઇ ભરવાડ, જયેશ નવઘણ ભરવાડ, પીંકીબેન  ભરવાડ, બાબુભાઇ બોથર ભરવાડ, મણીબેન સુરાભાઇ ભરવાડ, કોકીલાબેન બાબુ ભરવાડ , જસીબેન મંગા ભરવાડ, રમણ છના ભરવાડ સહિતને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર તા. રર :.. જામનગર જીલ્લાના જામનગર-દ્વારકા હાઇવે ઉપર લાખાબાવળ નજીક ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એક પદયાત્રીકનું મોત નીપજયુ હતું જયારે ૧૫ જેટલા પદયાત્રીઓને ઇજા થતા સારવારમાં ખસેડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોળકાના પદયાત્રીકો દ્વારકા ખાતે ધુળેટી મહોત્સવમાં ભાગ લેવા માટે નીકળ્યા હતાં.

ત્યારે આ પદયાત્રીકો જામનગરના લાખાબાવળ ગામ પાસે પહોંચ્યા હતા ત્યારે ખાનગી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા એક પદયાત્રીકનુ ઘટના સ્થળે એક પદયાત્રીકનું મોત નિપજયુ હતું. જયારે ૧૫ જેટલા પદયાત્રીકોને નાની-મોટી ઇજા થતા જામનગરમાં સારવારમાં ખસેડેલ છે.

વધુ વિગતો મેળવાઇ રહી છે.

(1:04 pm IST)