Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ભાણવડના ભરતપુર ગામે શાળામાં માતૃભાષા દિનની ઉજવણી

ભાણવડઃ તાલુકાના ભરતપુર ગામે પ્રાથમિક શાળામાં માતૃભાષા દિનની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બાળગીત, જોડકણા, કવિલેખક પરિચય, કાવ્યગાન, નિબંધ, વકતૃત્સ્પર્ધા સહિતની માતૃભાષાની કૃતિઓ રજુ કરવામાં સાથે સાથે માતૃભાષા તેમજ જુદી જુદી ભાષાના વ્યાકરણને લગતા ચાર્ટ, કવિ-લેખક પ્રોજેકટ, કાવ્ય સંગ્રહ, પ્રાર્થના સંગ્રહ, વર્ષાગીત સંગ્રહ, સુવિચાર સંગ્રહ, કહેવત સંગ્રહ, રૂઢિપ્રયોગ સંગ્રહ, અભિનયગીત સંગ્રહ, ઉખાણા સંગ્રહ અને અન્ય પ્રોજેકટ વર્કનો નિદર્શન વર્ગ યોજાયો હતો. સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ એનાયત કરાયા હતા. તસ્વીરોમાં માતૃભાષાનું મહત્વ સમજાવનાર શિક્ષકો, છાત્રો દર્શાય છે.

(1:05 pm IST)