Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વાંકાનેરની ૨ યુવતિઓ સજાતીય સંબંધમાં ઓળઘોળ ? ઘર છોડી ગઈ

બન્નેના પરિવારજનો દ્વારા પોલીસમાં ફરીયાદઃ બન્ને સહેલીઓને શોધવા દોડધામ

વાંકાનેર, તા. ૨૨ :. પ્રેમતત્વનું અર્ક રસાયણ વસંતોત્સવ ખીલવી દે... ! પ્રેમ કળાની પરિભાષા હૃદયકુંજમાં ચહલપહલ મચાવી દે...! સાથે જીવવાના કોલ આપી દે, દુનિયામાં એક બીજા સિવાય કશું દેખાય નહીં તેમા છોકરો-છોકરીનો પ્રેમ તો થતો આવે તે સ્વભાવિક છે. તે પ્રેમ પર દુનિયા કાયમ છે. કુદરતનો આ ક્રમ છે. છોકરો-છોકરીના સંબંધો કાયદેસર ગણાય આપણી સમાજ વ્યવસ્થામાં આ પ્રથા માન્ય છે ને ? પણ બે છોકરીઓ પ્રેમ કરે તો !? સમલેંગીક પ્રેમ થાય તો આપણે અચરજમાં ગરક થઈ જાય ને? બે સહેલીમાંથી પ્રેમીકાઓ કે પ્રેમી બને.. આવી ઘટના ઘટે ત્યારે બન્ને પરિવારની માથે આભ ફાટી પડે છે.

આવી અજીબોગરીબ ઘટના મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે બની છે.  હર્ષદસિંહ ઠાકોર રાજપૂત એક દિકરી પલક અને દિકરો અર્જુન બન્ને ભણવામાં ખૂબ જ હોંશીયાર... રેલ્વે કોલોનીમાં રહે... પલક એમ.કોમ.નો અભ્યાસ કરેલ. તેની હાલ ઉંમર ૨૩ વર્ષની છે. વાંકાનેરમાં પલક મમ્મી-પપ્પા પાસે રહેતી.. લાડકોડથી ઉછરતી પલક ભણવામાં સર્વોત્તમ હતી. પુરૂષ જેવા વસ્ત્રો પરિધાન કરવા તે હંમેશા પેન્ટ, શર્ટ જ પહેરતીને એકટીવા-બાઈક પર સવાર થઈને નિકળતી ને ફોરવર્ડ વિચાર ધરાવતી પલક એમ.કોમ. થઈને વાંકાનેર મામલતદાર કચેરીમાં પ્રથમ ઓપરેટરની નોકરી શરૂ કરી હતી.

બીજીબાજુ  ઝુઝરભાઇ મલકાણી-વોરા બે દિકરા, બે દિકરીઓ છે તેમાં ફાતેમા  વોરા ઉંમર વર્ષ ૧૯ વાંકાનેર કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ઘરની પરિસ્થિતિમાં મદદરૂપ થવા મામલતદાર કચેરી વાંકાનેરમાં ઓપરેટર તરીકે નોકરી જોબ કરવા લાગી.

મામલતદાર ઓફીસમાં પલક હર્ષદસિંહ ઠાકોર (ઉ.ર૩) અને ફાતેમા ઝુઝરભાઇ મલકાણી-વોરા (ઉ.૧૯) બન્ને સંગાથે નોકરી કરતા કરતા બન્ને પાકી સહેલી બની ગય અને એક બીજા વિના ચાલે જ નહીં તેવામાં પલકે મામલતદાર કચેરીમાંથી ઓપરેટર તરીકેની જોબ છોડી સીટી સર્વેમાં જોબ શરૂ કરી પણ પલક અને ફાતેમાની રિલેશનશીપ બરકરાર રહી પણ વધુ ગાઢ સંબંધો ઘટ થવા લાગ્યા હવે તો બન્ને એકબીજાના ઘેર આવા જવા લાગી પરિવારના બધા બન્નેને ઓળખવા લાગ્યા સ્માર્ટ મોબાઇલ ફોનમાં રાત્રીના મોડે સુધી મેસેજ ચેટીંગ થવા લાગ્યા લાંબી..લાંબી.. વાતો થાય વાંકાનેર સ્ીટીમાં સંગાથે પલક અને ફાતેમા ફરવા જાય ઘણીવાર રાજકોટ ખરીદીના બહાને જવા લાગી હતી.

તેવામાં પલકની માતુશ્રી અજંનાદેવીને તા. ર૮/૮/ર૦૧૭ના રેલવે કોલોની ખાતે રહેતા રાત્રીના સર્પે દંશ દેતા ઝેર ખૂબજ પ્રસરી જતા અવસાન થયું અને માના દુઃખમાં ખૂબજ રહેતી સુમશાન બનેલી પલકને ફાતેમા આશ્વાસન આપતી તેને પોતાના ઘેર બોલાવતી સુતી આમ મૈત્રીના સંબંધો વધુ વિકસી ગયા હતા તેવી ચર્ચા થાય છે.

એકબીજા વિના રહી શકતી નહીં આ બાજુ પલકના માતુશ્રી અજંનાદેવીનું અવસાન બાદ ગુજરાત રહેતો ભાઈ અર્જુન વાંકાનેર રહેવા આવી ગયો હવે માતાના અવસાન બાદ ભાટીયા સોસાયટીમાં રહેવા લાગ્યા હતા.

 બન્નેને ઘરનું પ્રેસર વધવા લાગ્યું. બન્ને સમલેંગીક પ્રેમમાં ગળાડૂબ હતી પણ આવા સંબંધને ઘરે તો ના કહેવાય કે સહેવાય.. આથી તા. ૧૭-૨-૨૦૧૮ના બપોરના ૩.૩૦ કલાકે પલક એક જોડી કપડાને પેન્ટ-શર્ટ પહેરી નવુ લીધેલ. એકટીવા ૪જી સિલ્વરને પોતાનુ આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડને અન્ય ડોકયુમેન્ટ સાથે એક જોડી કપડા લઈને ઘેરથી કીધા વિના નિકળી ગઈ ને અગાઉ પ્રિપ્લાન મુજબ સિધી ફાતેમાના ઘર પાસેના ચોકે ગઈ અને મોબાઈલ કરતા ફાતેમા આવી બન્ને સંગાથે ભાગી ગઈ... તેવામાં ફાતેમાના ભાઈએ બન્નેને એકટીવામાં જતા પણ જોઈ... તેને આજે પાંચ દિવસ થયા.. બન્ને પક્ષને સમલેંગીક સંબંધની જાણ થતા પોતાના પરિવાર પર વિજળી પડી હોય તેવી અનુભૂતિ કરવા લાગ્યા છે. આ બાબતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુમસુધા કેસ બન્ને પક્ષે કરેલ છે, પણ પલક ફાતેમા પોતાના ડોકયુમેન્ટ સાથે લઈ ગયેલ છે. તેનો અર્થ શું થાય છે? આ બનાવથી સમગ્ર વાંકાનેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ બાબતની જાણ કરવા અર્જુનનો મો. ૯૦૯૮૩ ૬૫૬૭૫, ઝુઝરભાઈ મો. ૯૮૨૪૪ ૨૦૪૯૦ કે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ બન્ને પક્ષે કરેલ છે.

(12:59 pm IST)