Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ ભાણવડ પંથકમાં ધુમ્મસ

વહેલી સવારે અને મોડી રાત્રીના શિયાળા જેવુ વાતાવરણઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ તા.૨૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર યથાવત છે.

સવારના સમયે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે ધોમધખતા તાપ સાથે ઉનાળાનો અહેસાસ થવા લાગે છે અને લોકો પરસેવે રેબઝેબ થાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનુ ટાળે છે.

ભાણવડ

ભાણવડઃ આજે ફરી ભાણવડમાં ધુમ્મસ સાથે શિતલહેરોનું સામ્રાજ્ય છવાઇ ગયું છે વહેલી સવારે ભાણવડ અને તેની આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. ધુમ્મસને કારણે ૫૦/૧૦૦ ફુટ દુરની વસ્તુઓ પણ દેખાતી ના હોય વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બસ રિક્ષામાં શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓએ પણ જોવાનો વારો આવ્યો હતો. એવી જ રીતે વોકીંગ માટે નિકળતા લોકોએ ગાઢ ધુમ્મસનો આહલાદક નજારો માણ્યો હતો. હાલ તો શિયાળાનો અંત આવી રહ્યો છે અને બપોરના તડકામાં ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે.

ભાણવડના બરડાપંથકમાં પણ આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. તો બીજી તરફ શિયાળુ પાકમાં જીરૂ, બાજરો, ધાણા સહિતના પાકોને નુકસાન થવાની ખેડુતોને ભીતી સેવાઇ રહી છે.

જામનગર

જામનગરઃ અહેરનુ તાપમાન ૩૨ મહત્તમ, ૧૭.૮ લઘુતમ, ૯૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, પ.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

(11:34 am IST)