Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સોમનાથ ત્રિવેણી સંગમમાં દરરોજ ૩૦ થી ૪૦ કિલો ગાંઠીયા ખાઈ જતા 'કલા' પક્ષીઓ

પ્રભાસપાટણ, તા. ૨૨ :. સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે અસંખ્ય પક્ષીઓ આવેલા છે. જેમાં રૂડા-રૂપાળા સફેદ કલા નામના પક્ષીઓ ગાંઠીયાના જોરદાર શોખીન છે અને આ વર્ષે આ પક્ષીઓ પણ ભારે વધારે જોવા મળે છે. યાત્રિકો તેમના બાળકો અને પરિવાર સાથે જ્યારે ત્રિવેણી સંગમ કિનારે આવે છે, ત્યારે આ પક્ષીઓને જોઈને ખૂબ જ આનંદ અનુભવે છે અને બાળકો ખુશ-ખુશાલ જોવા મળે છે. આ પક્ષીઓને યાત્રિકો દ્વારા દશથી લઈને ૧૦૦, ૨૦૦ના ગાંઠીયા અચૂક નખાઈ છે અને ગાંઠીયા ખાવા માટે આ પક્ષીઓ પડાપડી કરે છે અને તેને જોઈને લોકો પણ રોમાંચીત થાય છે. આ પક્ષીઓ રોજના ૩૦ થી ૪૦ કિલો ગાંઠીયા ખાઈ જાય છે. જેને કારણે ત્રિવેણી સંગમ કિનારે આવેલા દુકાનદારો અને નીચે પાથરણા  પાથરીને વેચતા લોટ, ગાંઠીયા, ચણને જોરદાર ધંધામાં વધારો થયેલ છે. આ પક્ષીઓને કારણે લોકો તો આનંદ ઉઠાવે છે સાથે સાથે નાના ધંધાર્થીઓના ધંધાઓમાં પણ વધારો થયેલ જોવા મળે છે.

ખાસ કરીને આ પક્ષીઓ ત્રિવેણી સંગમમાં વિહાર કરે છે જેથી પાણીમાંથી તેઓ ખોરાક મેળવે છે, પરંતુ આ કલા પક્ષી ગાંઠીયા, જુવાર સહિતનો ખોરાક મેળવે છે.

(11:31 am IST)