Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઉપલેટા પાલિકામાં મતદારોએ ભાજપના વિકાસને પ્રાધાન્ય આપીને ભગવો લહેરાવ્યો

વિજયને આવકારતા પ્રવિણભાઇ માકડીયા, માધવજીભાઇ પટેલ, દાનાભાઇ ચંદ્રવાડીયા

ઉપલેટા તા.૨૨: પાલીકાની ચુંટણીના ઇન્ચાર્જ અને પુર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા શહેર ભાજપ પ્રમુખ માધવજીભાઇ પટેલ અને પાલીકા પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયાએ જણાવ્યુ છે કે ચુંટણીમાં મતદારોએ કોઇપણ વાદ વિવાદ કે જાતિ જ્ઞાતીને જાકારો આપી માત્ર ભાજપ સ્થિત પાલીકાએ શહેરમાં રોડ રસ્તા પીવાના પાણી સ્વચ્છતા અને લાઇટ સહીતની બાબતે કોઇપણ જાતના ભેદભાવ વગર કરેલા સર્વાગી વિકાશને ધ્યાને લઇ કુલ ૩૬ માંથી ૨૮ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને વિજય અપાવ્યો છે.

શહેરના તમામ મતદારો અને શહેર ભાજપના આગેવાનો અને નાનામાં નાના અદના કાર્યકરોએ કરેલ ઉતમ કામગીરીનું આ સંયુકત પરીણામ છે એટલે આ વિજયમાં તમામ યશના ભાગીદાર છે.

ત્રણેય આગેવાનોએ શહેરની જનતાને જણાવેલ કે શહેરના બાકી રહી ગયેલા રસ્તાના કામો પણ વહેલીતકે પુરા કરી અન્ય વિકાસના કામો હાથ ધરવામાં આવશે.

(11:41 am IST)