Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અલંગના પાણીયાળી ગામે પાણી વાળવા બાબતે ખેડુત પર છરી વડે હુમલોઃ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો

ભાવનગર, તા., ર૨: તળાજા ના અલંગ પોલીસ મથક નીચે આવતા પાણીયાળી ગામના ખેડુત પર ગત રાત્રીના છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. પાણી વાળવા જેવી સામાન્ય બાબતે લોહી વહેવડાવવાની ઘટનાને લઇ ચકચાર મચી છે. પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધેલ છે.

પાણી માટે લોહી વહેવડાવવાની ઘટનાની અલંગ પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે અશ્વીન મયુરભાઇ જાબુંચા (ઉ.વ.ર૭) રે. પાણીયાળીએ પાડોશી હરજી પુના, પારસ હરજી અને હરજીનો ભાઇ મળી ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં અશ્વીન ગત રાત્રીના દસેક વાગ્યાના સુમારે વાડીએ પાણી વાળી રહયો હતો. આ સમયે ત્રણેય શખ્સોએ આવી પાણી વાળવા બાબતે બોલાચાલી કરી છરી, લાકડી વડે ઇજા કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ.

પોલીસને જોઇ દારૂની બોટલો મુકી ભાગ્યો

તળાજા પોલીસ ગત રાત્રે પેટ્રોલીંગમાં સરતાનપર (બંદર) વિસ્તારમાં હતી. આ સમયે પોલીસને જોઇ એક ઇસમ વિલાયતી દારૂની ત્રણ બોટલો ફેંકી ભાગી છુટતા પોલીસે યુવાન વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

એએસઆઇ યુ.કે.વોરા ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં સરતાનપર (બંદર) વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ સમયે લાલજી ધનજી મેર (રે. સરતાનપર) વિલાયતી દારૂની ત્રણ બોટલ કાંટાની ઝાડીમાં મુકી પોલીસને જોઇ ભાગી ગયોહતો. જેથી પોલીસે ૩ બોટલ કિ. રૂ. ૯૦૦ની કબ્જે કરી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

(11:23 am IST)