Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગોંડલના દેરડી (કુંભાજી)ના ખેડૂત ઉપર હુમલો કરનાર દિપડાને પાંજરે પુરવા કવાયત

ગોંડલ તા. રર :.. ગોંડલ તાલુકાનાં દેરડી કુંભાજી ગામે સવારના સુમારે દિપડાએ દેખા દઇ ખેડૂત પર હૂમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો હતો. અલબત્ત ઘટના અંગે વન તંત્રએ તપાસ કરી જણાવ્યું હતું કે દીપડો જ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાનાં દેરડી કુંભાજી ગામે રહેતા અને ખેતીકામ કરતા વિનુભાઇ ગોપાલભાઇ દોંગા ઉ. વ. ૬૦ સવારના સુમારે નિત્યક્રમ મુજબ પોતાના ખેતરમાં ખેત કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડાએ હૂમલો કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જંગલી પશુઓ અચાનક હૂમલાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે. ઘટના અંગે ગોંડલ ફોરેસ્ટર શ્રી જોષી અને શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે હૂમલાની માહિતી મળી છે તપાસ કરતા દીપડો જ હોવાનું જણાયું છે.

આ દિપડાને ઝડપી લેવા માટે વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ છે પરંતુ આજે સવાર સુધી આ દિપડો પાંજરે પુરાયો નથી.

(11:23 am IST)