Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઉપલેટા પાલિકાની રવિવારે પ્રથમ બોર્ડની બેઠકઃ પ્રમુખપદ માટે દાનાભાઇ ચંદ્રવાડીયા-જયશ્રીબેન સોજીત્રાના નામ મોખરે

ઉપલેટા તા.૨૨: પાલીકાની ચૂંટણી મા ભા.જ.પને સંપૂર્ણ બહુકતી મળેલ છે ત્યારે પાલીકાના પ્રમુખ કોણ આ અંગે શહેરમાં જુદા જુદા નામો ચર્ચાય રહ્યા છે સંભવત તા.૨૬ને રવીવારે પાલીકા નવા ચુટાયેલ બોર્ડની પ્રથમ બેઠક મળે તેવુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે નગરપાલીકના પ્રથમ પ્રમુખ કોણ તેમની ચર્ચા શહેરમા થઇ રહી છે. ત્યારે નગરપાલીકાના પ્રમુખના રોટેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે મહીલા પ્રમુખ અને ત્યાર બાદ બીજી ટર્મમા પ્રમુખ તરીકે બક્ષીસીટ અનામત આવી રહી છે.

ત્યારે પ્રથમ મહીલા પ્રમુખ માટે જે દાવેદારો મેદાનમાં આવ્યા છે તેમા રાણીબેન દાનાભાઇ ચંદ્રવાડીયા અને બીજુ નામ જયશ્રી બેન હરસુખભાઇ સોજીત્રાનું શહેરમા ચર્ચાય રહ્યુ છે બન્ને દાવેદારો પોતાના ટેકામા વધુ સુધરાય સભ્યો હોવાના દાવા સાથે સહી જુબેશ ચલાવી રહ્યા છે ત્યારે આ બેના નામમાથી કોઇ એક નામ નક્કી કરવામાં આવશે કે અન્ય નામ આવશે તે તો સમય બતાવશે આમ સોજીત્રા અને ચંદ્રવાડીયા માથી આવશે કે પાછલે બારણે થી એક કડવા પાટીદાર અને એક બ્રાહ્મણ મહીલા પણ પોતાની ઉમેદવારી માટે આગેવાનોને મનાવી રહી છે ત્યારે કોણ બનશે પાલીલાક પ્રમુખ એ જોવાનુ રહ્યુ.

(11:21 am IST)