Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પાટણ આત્મ વિલોપનની ઘટનાના વિરોધમાં મોરબી-જીલ્લા દલિત સમાજ દ્વારા આવેદન

મોરબી તા. રર :.. મોરબી જીલ્લા દલિત સમાજ દ્વારા કલેકટરશ્રીના માધ્યમથી રાજયપાલશ્રીને આવેદન પત્ર પાઠવીને પાટણ જીલ્લાના ભાનુભાઇ જેઠાભાઇ વણકરના આત્મ વિલોપન મુદ્ે ન્યાય આપવા માંગણી કરી છે.

આવેદન પત્રમાં જણાવાયું છે કે સ્વ. ભાનુભાઇ કે જેઓ ગરીબ પરિવારની જમીનના ટૂકડા માટે છેલ્લા ઘણા સમયથી પાટણ કલેકટર કચેરીએ આંદોલન ચલાવી રહ્યા હતાં. પરંતુ આ જાડી જામચડીના બે જવાબદાર અધિકારીઓ તેમજ બહેરી-મુંગી વર્તમાન શાસક સરકારે તેમની માંગણીને સ્વીકારેલ નહીં અને પ્રશ્ન હલ કરેલ નહીં તે બાબતથી નારાજ થઇ ન્યાય હકક માટે સ્વ. ભાનુભાઇને આત્મ વિલોપન કરવા મજબુર થવુ પડેલ અને તેમનો જીવ ગુમાવેલ તે સમગ્ર દલીત સમાજ માટે દુઃખ ઘટના છે.

આ બલીદાન માટે બે જવાબદાર અધિકારીઓ એવા પાટણ જીલ્લા કલેકટર તેમજ પોલીસ વડા વગેરેને તાત્કાલીક ધોરણે ફરજ મોકૂફ કરી ડીસમીસ કરી કાયદાકીય કાર્યવાહી કરીને સ્વ. ભાનુભાઇનું બલીદાન એળે ન જાય તે બાબતે યોગ્ય કરવા માંગણી કરી છે.

આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે તેમજ અન્ય જીલ્લાના દલીત સમાજના ભાઇઓ અને કુટુંબ પરીવાર ઉપર પણ જેવા કે થાનગઢ કાંડ, ઉના કાંડ, ચિત્રોળી કાંડ અને આ પાટણ આત્મ વિલોપન જેવા બનાવોની ઘટનાની હારમાળા છે છતાં સમગ્ર દલીત સમાજ પ્રત્યે હંમેશા ઓરમાયુ વર્તન દાખવવામાં આવે છે અને અધિકારીઓ કાયદા વિરૂધ્ધ જઇને પોતાના મનઘડીત નિર્ણયો લઇને દલીત સમાજને ન્યાય હકકથી વંચીત રાખવાની ભયંકર ભુલો કરે છે. તેમ અંતમાં જણાવ્યું છે.

(10:13 am IST)