Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા સતરંગ ધામમાં જળ સંમેલન યોજાયું

જસદણ તા. ર૩ : પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી બહેનોના, ખેડૂતોના સંગઠનો બનાવી, જળ, જમીન, જંગલ જેવા કુદરતી સંશાધનોની જાળવણીનું કાર્ય કરે છે. આ માટે લોકશિક્ષણની શિબિરો, તાલીમો, પ્રવાસ, મેળાઓનું આયોજન, પાણી રોકવાના કાર્યકમો, સજીવખેતી, મૂલ્યવર્ધન, માર્કેટ સહયોગ, સજીવખેતી સર્ટીફીકેશન જેવી કામગીરી કરે છે.સંસ્થા દ્વારા જસદણ અને વિંછીયા તાલુકાના ૧૦ ગામોમાં જલસેતુ કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે અને ચાલુ વર્ષમાં આરોહણ પ્રોજેકટ શરુ કરાયો છે.(ચાઈના લાઈટ એન્ડ પાવર કોર્પોરેશન, ઈન્ડિયા) ના આર્થિક સહયોગથી, ત્રણ વર્ષની મુદત માટે ચાલનાર આ કાર્યક્રમમાં, જસદણ તથા ચોટીલા તાલુકાના ૭ ગામોમાં શિક્ષણ,પાણી, તથા આજીવિકા અંતર્ગત કામગીરી કરવાની છે.

જસદણ,ચોટીલા અને વીંછિયા તાલુકાના ૧૭ ગામોનું જળ સંમેલનનું આયોજન સતરંગધામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન લોકભારતી સણોસરાના રીટાયર્ડ પ્રા. વિઠ્ઠલભાઇ વાછાણીએ ખેડુતોના જીવન અને ખેડુતોની અને ખેતીની વર્તમાન પરિસ્થિતી અને તેમાં ભાગ ભજવતા પરિબળો વિશેની ચર્ચા કરી હતી. જેમાં તેઓએ વાર્તા અને ઉદાહરણના માધ્યમથી ખેડુત ભાઇઓને એક બીજા સાથે ભાઇચારો રાખીને ખેતીના વ્યવસાયમાં નવિનતા લાવવા માટે જણાવ્યું હતું.

ગાય આધારિત ખેતી, ગીરગાય અપનાવવી, શુદ્ઘ અને સાત્વિક આહાર તથા કાર્યક્રમમાં આવેલા બધા વ્યકિતઓને વ્યસન મુકિત કરવામાંઆવી હતી.આ ઉપરાંત કોઇપણ એક ગામ તેઓએ મોડેલ ઉભું કરવાની વાત કરી હતી અને તેમાં લોકો જે કઈ ફાળો આપે તેનાથી વધારે ફાળો પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના શ્રી સુમનભાઈ રાઠોડે પોતાનાતરફથી આપશે તેવી વાત કરવામાં આવી હતી.નેનો ટેકનોલોજીના નિષ્ણાત શ્રી કનુભાઇ કાલરીયાએ સજીવ ખેતીમાં સુક્ષ્મ પ્રજીવકોના યોગદાન વિષે વાત કરી પરંતુ સુક્ષ્મ પ્રજીવકાને જીવતા રાખવા માટે દવા, રાસાયણિક ખાતરનો વપરાશ નહિવત થાય તે ખાસ જરૂરી છે. આ સુક્ષ્મજીવો આપણી ખેતી માટે ખૂબ જ લાભદાઇ હોય છે. જે-ને આપણે દવા અને રાસાયણિક ખાતરથી મારી નાખીએ છિએ. જેથી તેમની વૃધ્ધિ અટકે છે અને જમીન નાસવંત બનતી જાય છે.

કાર્યક્રમમાંઉપસ્થિતમાનનીય ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ પર્યાવરણ શિક્ષણની કામગીરીને બીરદાવતા શ્રોતાઓએ સાંભળેલુ, સમજેલું અને જોયેલું અમલ મુકવા માટે વિનંતી કરી હતી. તેમજ ધારાસભ્યની ગ્રાંન્ટ ફાળવવા માટેની તૈયારી દર્શાવી હતી  છેલ્લે સતરંગધામના હરિરામ બાપુનું એક ગોપાલક તરીકે તથાજસદણની આર્યમાન ગીર ગૌશાળાના સંચાલક મહેશભાઈતથા કનુભાઈ કાલાવાડિયાનું મનસુખભાઈ સુવાગીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

સફળ બનાવવા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના સુમન રાઠોડ, રીટા વોરા, અરજણ સાકરિયા, અરવિંદ કટેશીયા, માધવી દેસાણી, જયેશ પરાલીયા તથા લોકભારતી માંથી આવેલા તાલીમાર્થી મહેશમાલકીયા તથાશૈલેશ ગોહિલે જહેમત ઉઠાવી હતી.

(9:44 am IST)